ગુરુવાર, 17 માર્ચ, 2016

શાહી પનીર: Shahi paneer


શાહી પનીર:

સામગ્રી:
આદુ :1 ઈંચનો ટૂકડો છીણી લેવો ,
લસણ :8 કળી ,
ટામેટા : 2 નંગ મધ્યમ કદના ,
ડુંગળી : 2 નંગ મધ્યમ કદની,
બદામ : 5 નંગ,
કાજૂ : 10 થી 12 નંગ,
પનીર : 200 ગ્રામ,
મોટી ઈલાયચી : 2 નંગ,
નાની ઈલાયચી : 2 નંગ,
તજ : 2 નંગ,
લવિંગ : 2 નંગ,
દહીં : 1/4 કપ, ફીણી લેવું,
ફ્રેશ ક્રીમ : 2 ચમચા,
હળદર : 1/4 ચમચી,
લાલ મરચા પાઉડર : 1/2 ચમચી,
ધાણા પાઉડર : 1/2 ચમચી,
જીરું પાઉડર : 1/4 ચમચી,
ગરમ મસાલો : 1/2 ચમચી,
તેલ : 2 ચમચા,
કેસર : 6 - 7 તાતળા,
પાણી : જરૂર પ્રમાણે,

રીત :
              સૌ પ્રથમ ડુંગળી અને ટામેટાના મોટા કટકા કરી લેવા, ઈલાયચીના દાણા કાઢી લેવા, પનીરને 1 ઇંચના ચોરસ ટુકડામાં કટ કરવા, હવે એક કુકર ગરમ કરવું, તેમાં સમારેલ ડુંગળી, ટામેટા, કાજૂ, બદામ, છીણેલ આદુ અને લસણ નાખી સાંતળવા, બેએક મિનીટ સાતળી તેમાં એક ગ્લાસ પાણી ઉમેરવું, ત્યારબાદ કુકર બંધ કરી, તેમાં બે સીટી વગાડી ગેસ બંધ કરવો, કુકર ઠંડુ થાય એટલે ઢાંકડુ ખોલી પાણી અલગ કાઢી રાખી બાફેલ વસ્તુમાંથી પેસ્ટ તૈયાર કરવી, હવે એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં તજ, લવિંગ, નાની અને મોટી ઈલાયચી શેકવી, ગેસ ધીમો કરી હળદર, લાલ મરચું નાખવું, ત્યારબાદ પેસ્ટ ઉમેરવી, હવે તેમાં ધાણા પાઉડર, જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી આ વાસણને બંધ કરી બે મિનીટ ગ્રેવી  પકાવવી , ત્યારબાદ તેમાં વધેલું અલગ રાખેલ પાણી ઉમેરવું, ફરી બંધ ઢાંકણમાં બે મિનીટ પકાવવું, હવે ગેસ બંધ કરી ગ્રેવી ઠંડી કરી તેમાં દહી ઉમેરવું, ફરી ગેસ ચાલુ કરી ગ્રેવી  હલાવતા જવી , હવે ક્રીમ અને મીઠું ઉમેરવું, ત્યારબાદ તેમાં પનીર ક્યુબ ઉમેરી, હલાવીને એકાદ મિનીટ ઉકાળી ગેસ બંધ કરી કેસર વડે સજાવવું।





Share:

Recent Posts

Unordered List

Pages

Theme Support