ચણાના લોટના પુડલા :-
સામગ્રી :-
ચણાનો લોટ - 1 કપ
મેથીની ભાજીના પાંદડા - 2 ચમચા જેટલા
આદુ, મરચા,લસણની પેસ્ટ - 1,1/2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
અજમો - 1/4 ચમચી
હળદર - 1/4 ચમચી
તેલ - થોડું
પાણી - જરૂર પ્રમાણે
રીત :-
સૌ પ્રથમ ચણાના લોટમાં મીઠું, અજમો અને હળદર નાખવા, હવે તેમાં થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટના ગઠ્ઠા ના રહે તેમ હલાવતા જઈને બહુ ઘટ્ટ પણ નહી અને બહુ પાતળું પણ નહી એવું ખીરું તૈયાર કરવું, હવે આ ખીરામાં મેથીની ભાજીના પાંદડા ઝીણા સમારીને નાખવા, આદુ,મરચા અને લસણની પેસ્ટ ઉમેરી ખીરું હલાવી લેવું, હવે એક નોનસ્ટીક તવો ધીમા તાપે ગરમ કરવો, તવો થોડો ગરમ થાય એટલે તેમાં ગોળ ચમચા વડે ખીરું રેડીને ઢોસાની જેમ પુડલો પાથરવો, ફરતે થોડું તેલ નાખી પુડલાની એક બાજુ ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે બીજી બાજુ શેકી લેવી, તો તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી પૂડલા।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો