બટાકાની વેફર :-
સામગ્રી :-
બટાકા - 1 કિલો થી લઇ 5કિલો સુધી ઈચ્છા પ્રમાણે
ફટકડી - એક નાનો ટુકડો
મીઠું - સ્વાદાનુસાર
આમચૂર - સ્વાદાનુસાર
ખાંડનો પાઉડર - સ્વાદાનુસાર
લાલ મરચું - સ્વાદાનુસાર
રીત :-
સૌ પહેલા બટાકાને ધોઈને, છોલી લેવા, ત્યારબાદ તેમાંથી વેફર પાડવાના મશીન વડે વેફર પાડી પાણીમાં ડૂબેલ રાખવી, હવે તેને બે ત્રણ વખત પાણીમાં ધોઈ લેવી, પાણી બહાર કાઢવી નહી, જેથી તે કાળી પડે નહિ, હવે ગેસ પર મોટું તપેલું રાખી, તેને અડધું પાણીથી ભરી પાણી ગરમ કરવું, પાણી ઉકળે એટલે તેમાં થોડું મીઠું અને ફટકડીનો નાનો ટુકડો નાખીને હલાવવું, આ પાણીમાં વેફર છૂટી છૂટી નાખવી, અધકચરી બફાય એટલે ઝારાથી નિતારીને કાઢી લેવીને તરત તેને તડકામાં છૂટી છૂટી સૂકવવી, આ રીતે બધી વેફર બાફીને તડકામાં છૂટી સુકવી દેવી, સુકાઈ જાય એટલે હવાચુસ્ત ડબામાં ભરી લેવી, જયારે ખાવી હોઈ ત્યારે ગરમ તેલમાં તળીને તેના પર ખાંડનો પાઉડર, આમચૂર, લાલમરચું અને જરૂર લાગે તો મીઠું છાંટીને ખાવી
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો