દુધીના મુઠીયા :-
સામગ્રી :-
છીણેલ દુધી - 250 ગ્રામ
ઘઉંનો લોટ - 1,3/4 કપ [ પોણા બે કપ ]
ચણાનો લોટ - 1/2 કપ
આદુ લસણની પેસ્ટ - 1 ચમચી
તેલ - 1 ચમચો + 2 ચમચા વઘાર માટે ચમચી
તલ - 2 ચમચી
રાઈ - 1/2 ચમચી
જીરું - 1/2 ચમચી
હિંગ - 1/4 ચમચી
સમારેલ કોથમીર - 1/2 કપ
મીઠું - સ્વાદાનુસાર
લાલ મરચા પાઉડર - 1/2 કપ
હળદર - 1/4 ચમચી
ધાણા પાઉડર - 1 ચમચી
ખાંડ - 1/2 ચમચી
ખાવાનો સોડા - 1/4 ચમચી
રીત :-
સૌ પ્રથમ મુઠીયાના સ્ટીમરમાં ધીમા તાપે પાણી ગરમ થવા મૂકી દેવું, હવે એક વાસણમાં છીણેલ દુધી , ઘઉંનો લોટ , ચણાનો લોટ , મીઠું,હળદર , લાલ મરચા પાઉડર, ધાણા પાઉડર , ખાંડ ,1 ચમચો તેલ , ખાવાનો સોડા ,સમારેલ કોથમીર , આદુ લસણની પેસ્ટ આ બધું લઇ તેને હાથ વડે મસળીને ભેગું કરવું, થોડો ઢીલો લોટ રહે તેમ બાંધવું , દુધીમાં પાણી હોવાથી પાણી નાખવાની જરૂર રહેતી નથી છતાં જરૂર પડે તો થોડું પાણી નાખવું, હવે આ લોટમાંથી થોડો ભાગ લઇ મુઠ્ઠી વચ્ચે દબાવતા જઈ તેમાંથી મુઠીયા તૈયાર કરતા જઈ સ્ટીમરમાં ગોઠવતા જવું, હવે સ્ટીમર ઢાંકીને 15 થી 20 મિનીટ માટે મુઠીયા બાફવા, ત્યારબાદ મુઠિયા થોડા ઠંડા થાય એટલે કાપી લેવા, હવે વઘાર માટે તેલ ગરમ કરવું, તેમાં રાઈ તતડાવી જીરું અને તલ નાખવા , તલ તતડે એટલે હિંગ નાખી ધીમેથી સમારેલ મુઠીયા નાખવા તેને ફેરવતા જઈ બે થી ત્રણ મિનીટ બાદ ગેસ બંધ કરવો, ટેસ્ટી નાસ્તો દુધીના મુઠીયા તૈયાર।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો