ભરેલા ભીંડા -
સામગ્રી :-
ભીંડો - 200 ગ્રામ
કાચા સીંગદાણા - 4 ચમચી
ચણાનો લોટ - 4 ચમચી
ગોળ - 2 ચમચી
તેલ - 1 ચમચો વઘાર માટે અને 1 ચમચી સ્ટફિંગ માટે
જીરું - 1/2 ચમચી
રાઈ - 1/2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4 ચમચી
ધાણા પાઉડર - 1, 1/2 ચમચી
ગરમ મસાલો - 1/4 ચમચી
લાલ મરચું - 1/4 ચમચી
લસણની પેસ્ટ [ થોડુ મીઠું અને લાલ મરચુ નાખેલ ] - 1 ચમચી
રીત :-
સૌ પ્રથમ ભીંડો ધોઈ તેને કોરો કરવો, ત્યારબાદ એક વાસણમાં કાચા સીંગદાણા લઇ તેને શેકવા, તેને ઠંડા થવા દેવા, હવે ધીમા તાપે 2 મિનીટ માટે ચણાનો લોટ શેકવો, શેકેલ સીંગદાણાને અધકચરા વાટવા, હવે ભીંડાને ચપ્પુ વડે બંને બાજુએથી થોડો ભાગ દુર કરી એક ઉભો કાપો પાડવો , જેમાં મસાલો ભરી શકાય,
આ રીતે બધા ભીંડા સમારી લેવા, ત્યારબાદ એક ડીશમાં વાટેલ સીંગદાણા, ચણાનો લોટ , હળદર, મીઠું, લાલ મરચુ, ધાણા પાઉડર, ગરમ મસાલો , 1 ચમચી તેલ, ગોળ, લસણની પેસ્ટ આ બધું સારી રીતે મસળીને મિક્સ કરવું, આ મસાલામાં જરૂર લાગે તો બે ચમચી જેટલું પાણી ઉમેરવું જેથી સારી રીતે ભીંડામાં ભરી શકાય, હવે સમારેલ ભીંડામાં આ મસાલો ભરી લેવો , હવે એક વાસણમાં તેલ ગરમ કરવા મુકવું, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું નાખવા, તે તતડે એટલે ભરીને તૈયાર કરેલ ભીંડાનો મસાલા વાળો ભાગ નીચે આવે તેમ ગોઠવવા, તેને મધ્યમ તાપ પર બે મિનીટ પકાવવા, ત્યારબાદ ભીંડાની સાઈડ ચેન્જ કરવી અને ધીમા ગેસ પર 5 થી 7 મિનીટ પકાવવા, તો તૈયાર છે ભરવા ભીંડી।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો