આલુ પરાઠા :-
સામગ્રી :-
મધ્યમ કદનાં બટાકા - 2 થી 3 નંગ
રોટલીનો લોટ - 2 કપ
અટામણ - જરૂર મુજબ
લીલા મરચા - 2 નંગ
ડુંગળી - 2 નંગ
કોથમીર - 1/2 ઝૂળી
તેલ - જરૂર મુજબ
મીઠું - સ્વાદાનુસાર
ધાણાજીરું પાઉડર - 2 ચમચી
હળદર - 1/4 ચમચી
ચાટ મસાલો - 1/2 ચમચી
લાલ મરચું - 1 ચમચી
રીત :-
સૌ પ્રથમ બટાકા બાફવા, બટાકા એવી રીતે બાફવા કે તે ચીકણા ના પડે, આ માટે તેને બાફવા માઇક્રોવેવ અથવા કુકરમાં ઓછું પાણી નાખી તેને અધકચરા બાફવા, ડુંગળી, લીલામરચા અને કોથમીર ઝીણી સમારી લેવી, હવે બાફેલા બટાકાનો માવો કરી, તેમાં સમારેલ ડુંગળી, લીલા મરચા, કોથમીર, હળદર,લાલ મરચું, ચાટ મસાલો, ધાણાજીરું પાઉડર અને ચાટ મસાલામાં સહેજ ખારાશ હોવાથી મીઠું માપમાં ઉમેરી મસાલો તૈયાર કરવો , હવે રોટલીના લોટમાંથી બે રોટલી વણવી, રોટલી વણવા બહુ અટામણ લેવું નહી, હવે એક રોટલી લઇ તેની ઉપર બટાકાનો મસાલો પાથરવો, તેની પર બીજી રોટલી રાખી નીચેની રોટલીની કિનારી સાથે આ રોટલીની કિનારી ફોલ્ડ કરવી, હવે હળવા હાથે આ પરાઠાને વણવો, આ રીતે બધા પરાઠા વણી લેવા, હવે એક તવાને ગરમ કરવો, તવો ગરમ થાય કે પરાઠાને શેકવા નાખવો, પરાઠામાં સહેજ બબલ દેખાય કે તેની સાઈડ બદલવી હવે ઉપરની બાજુ એક ચમચી જેટલું તેલ લગાવવું, નીચેની બાજુ શેકાય કે સાઈડ બદલી પરાઠાને તવેથા વડે દબાવી તળવો, હવે બીજી બાજુ પણ તેલ લગાવી તેને સાઈડ બદલી દબાવતા જઈ તળી લેવો , આ રીતે બધા પરાઠા તળી લેવા, આલુ પરાઠાને નાસ્તામાં પણ લઇ શકાય અને જમવામાં કે દહીં સાથે પણ ખુબ ટેસ્ટી લાગે છે.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો