દાલ ફ્રાય :-
સામગ્રી :-
ચણાની દાળ - 1/2 કપ
તુવેર દાળ - 1/2 કપ
ટમેટા - 2 નંગ ઝીણા સમારેલ
ડુંગળી - 1 નંગ ઝીણી સમારેલ
દેશી ઘી - 3 ચમચા
લીલા મરચા - 2 નંગ ઝીણા સમારેલ
લસણની પેસ્ટ - 1 ચમચી
સુકું લાલ મરચું - 1 નંગ
કોથમીર - 1/2 ઝુળી ઝીણી સમારવી
તજ - 1 નાનો ટુકડો
લવિંગ - 2 નંગ
હિંગ - 1 ચપટી
જીરું - 1/2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4ચમચી
લાલ મરચું - 1/2 ચમચી
રીત :-
સૌ પહેલા બન્ને દાળને ધોઈ તે ડુબે એટલા પાણીમાં અડધો કલાક પલાળવી, ત્યારબાદ તેનું પાણી દુર કરી તેને કુકરમાં અઢી કપ પાણી [ 2, 1/2 કપ ] અને થોડું મીઠું નાખી ચાર સીટી વગાડી બાફવી, હવે એક વાસણમાં 2 ચમચા ઘી ગરમ કરવું, તેમાં જીરું શેકવું, હવે તેમાં તજ, લવિંગ ઉમેરવા, લીલા મરચા નાખવા, ડુંગળી અને થોડું મીઠું નાખી તેને સાંતળવી, સમારેલ ટમેટા , હળદર અને લાલમરચું નાખી તેને બે મિનીટ પકાવવા, હવે તેમાં બાફેલ દાળને બ્લેન્ડ કર્યા વગર આખી દાળ ઉમેરવી, તેને ધીમેથી હલાવી પાંચ મિનીટ પકાવવી, હવે કોથમીર નાખી, તેને હલાવી ગેસ બંધ કરવો, હવે એક વઘારીયામાં બાકીનું ઘી ગરમ કરવું તેમાં આખુ સુકું લાલ મરચું, હિંગ અને લસણની પેસ્ટ નાખી ધુમાડો નીકળે એટલે સહેજ હલાવી આ વઘાર તૈયાર કરેલ દાળમાં રેડવો, તો તૈયાર ટેસ્ટી પંજાબી દાલ ફ્રાય।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો