રવિવાર, 13 સપ્ટેમ્બર, 2015

મેથીના ભજીયા [ ગોટા ] - METHI PAKODA


મેથીના ભજીયા [ ગોટા ] :-

સામગ્રી :-
મેથીની ભાજીના પાંદડા - 2 કપ
સમારેલ ડુંગળી - 1/2 કપ જેટલી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/2 ચમચી
લાલ મરચા પાઉડર -1/2 ચમચી
ધાણા પાઉડર -1/2 ચમચી
અજમો - 1/4 ચમચી
ચણાનો લોટ - 1/2 કપ
ખાવાનો સોડા - 1/4 ચમચી
તેલ - તળવા માટે
પાણી - જરૂર પડે તો

રીત :-
        સૌ પ્રથમ મેથીની ભાજીના પાંદડાને સમારી લેવા, તેમાં સમારેલ ડુંગળી, ભાજીમાં ખારાશ હોવાથી થોડું મીઠું, હળદર, લાલ મરચા પાઉડર, ધાણા પાઉડર, ચણાનો લોટ, અજમો અને ખાવાનો સોડા નાખી આ બધું મિક્સ કરવું, ભાજીમાં પાણી હોવાથી પાણીની જરૂર રહેતી નથી પણ છતાં સોફ્ટ લોટ કરવા એક થી બે ચમચી પાણી નાખી શકાય, હવે એક વાસણમાં મધ્યમ તાપે તેલ ગરમ કરવું, તેલ ગરમ થાય એટલે સહેજ હાથ પાણીમાં ભીનો કરી તૈયાર કરેલ સોફ્ટ લોટમાંથી ગોળા તૈયાર કરતા જવું અને તેલમાં નાખતા જવું, હવે તેને ધીમા તાપે જ અધકચરા તળી લેવા, થોડા ઠંડા થવા દઈ ફરી તેલ ધીમા તાપે ગરમ કરી, તેમાં ભજીયા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવા જેથી તે ક્રિસ્પી થાય, આ મેથીના ભાજીયાને ગરમા ગરમ ચટણી સાથે નાસ્તામાં કે જમવામાં પણ લઇ શકાય, મેથીમાં લોહ તત્વ સારા હોવાથી જો તેના  ભજીયા બનાવીએ તો ટેસ્ટની સાથે તેના સારા ગુણ પણ મળે છે.

 
Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

Recent Posts

Unordered List

Pages

Theme Support