શનિવાર, 23 મે, 2015

સ્વીટ કોર્ન સૂપ - SWEET CORN SOUP


સ્વીટ કોર્ન સૂપ : -

સામગ્રી :-
મકાઈ - 2 કપ
પાણી - 2 કપ
માખણ - 2 ચમચા
મેંદો - 3 ચમચા
દૂધ - 2 કપ
ખાંડ - 2 ચમચા
મરીનો ભૂકો - 1/4 ચમચી
ક્રીમ અથવા દુધની મલાઈ - 1/4 કપ
મીઠું - સ્વાદાનુસાર

રીત :-

          સૌ  પ્રથમ મકાઈના દાણામાં બે કપ પાણી નાખી તેને કુકરમાં બાફી લેવા, મકાઈ બફાઈ ગયા બાદ તેમાંથી 1/4 કપ બાફેલ દાણા અલગ કાઢી લેવા અને બાકીના દાણા ઠંડા પડે એટલે તેને મીક્ષરમાં પાણી સાથે જ વાટી લેવા, ત્યારબાદ તેને રસ ગાળવાની ગળણી વડે ગાળી જાડો પલ્પ તૈયાર કરવો, આ પલ્પમાં અલગ કાઢેલ મકાઈના બાફેલ દાણા ઉમેરી દેવા, હવે એક વાસણમાં ધીમાતાપે માખણ ગરમ કરવું, તેમાં મેંદો નાખી તેને બે મિનીટ શેકવો ત્યારબાદ તેમાં ધીમે ધીમે દૂધ નાખતા જવું અને હલાવતા જવું જેથી ગઠ્ઠા ના રહે, આ વ્હાઈટ સોસમાં મકાઈનો પલ્પ ઉમેરવો, હવે તેમાં મીઠું, ખાંડ અને મરીનો ભૂકો નાખવા , તેને બે મિનીટ ઉકાળવો ,ગેસ બંધ કરવો પીરસતી વખતે  ઉપર ક્રીમ નાખવું, સ્વીટ કોર્ન સૂપ તૈયાર।
 
Share:

સોમવાર, 18 મે, 2015

પનીર ટિક્કા - Paneer Tikka


પનીર ટિક્કા :-

પનીર - 400 ગ્રામ
દહીં - 1 કપ
કોર્નફ્લોર - 1,1/2 ચમચા
આદુ  લસણની પેસ્ટ - 2 ચમચી
હળદર - 1/4 ચમચી
તેલ - 1 ચમચો
ચાટ મસાલો - 1/2 ચમચી અને 1 ચપટી ઉપર છાંટવા
મીઠું - સ્વાદાનુસાર
કસૂરી મેથી - 1 ચમચો
લાલ મરચા પાઉડર - 1/2 ચમચી

રીત :-

           સૌ પ્રથમ પનીરના 1  ઇંચના ચોરસ ટુકડા કરવા, દહીં એકદમ ઘટ્ટ લેવું અથવા તેને મલમલના કપડામાં બાંધી અડધો કલાક લટકાવવું, અને ફેંટી લેવું હવે પનીર છોડીને બાકીની બધી સામગ્રી દહીંમાં ઉમેરવી,  ત્યારબાદ પનીરના ટુકડા તેમાં ઉમેરવા, અડધો કલાક અથવા પીરસવાના સમય સુધી પનીરને દહીંમાં પલાળેલ રાખવું, હવે એક નોનસ્ટીક બેકિંગ ટ્રે લેવી, તેની અંદર ચારેતરફ તેલ લગાડવું [ ગ્રીઝ કરવી ] પનીરના ટુકડા બેકિંગ  ટ્રેમાં ગોઠવી દેવા, હવે ટ્રેને ઓવનમાં  હાઈરેક પર રાખી 5મિનીટ ગ્રીલ કરવી ત્યારબાદ પનીરના ટુકડાને બીજી બાજુ ફેરવી 4 મિનીટ ગ્રીલ કરવા , જો પનીર ગોલ્ડન-બ્રાઉન કલરના થાય નહી તો ફરી બે મિનીટ ગ્રીલ કરવા, છેલ્લે ઉપર ચાટ મસાલો છાંટીને પીરસવા।

         
 
Share:

શનિવાર, 16 મે, 2015

સાંભાર - SAMBHAR


સાંભાર :-

સામગ્રી :-

તુવેરદાળ - 1/2 કપ
હળદર - 1/4 કપ
મીઠું - સ્વાદાનુસાર
હિંગ - 1 ચપટી
એમ,ટી ,આરનો સાંભાર મસાલો - 1,1/2 ચમચા
રાઈ - 1 ચમચી
મેથી - 1/4 ચમચી
સરગવાની સિંગ - 2 નંગ
આમલીની  પેસ્ટ - 2 ચમચી
સમારેલ કોથમીર - 2 ચમચા
મીઠો લીમડો  - 8 થી 10 પાન
તેલ - 2 ચમચા 
સુકા લાલમરચા - 2 થી 3 નંગ

રીત :-

                 સૌ પ્રથમ તુવેરદાળ ધોઈ અને તેને 30 મિનીટ માટે પલાળવી, ત્યારબાદ તેમાં થોડું મીઠું, હળદર અને 1,1/2 કપ પાણી નાખી બાફી લેવી , કુકરમાં બાફવા ત્રણ સીટી કરવી, હવે એક વાસણમાં આમલીની પેસ્ટ  લઇ તેમાં 2 કપ પાણી, સરગવાની સિંગના બે થી ત્રણ ઇંચના ટુકડા કરી તેમાં ઉમેરવા, ફરી થોડું મીઠું  અને હળદર નાખવી, સાંભાર મસાલો  ઉમેરવો, હવે આ વાસણને ગેસ પર મધ્યમ તાપ પર ગરમ કરવું ,ઢાંકણ ઢાંકી સિંગ બફાઈ જાય ત્યારબાદ તેમાં તુવેરદાળ બ્લેન્ડ કરી ઊમેરવી ફરી ઢાંકણ બંધ કરી ધીમાતાપે પાંચેક  મિનીટ આ બધું પકાવવું, હવે બીજા ગેસ પર એક વઘારિયું અથવા નાના વાસણમાં તેલ ગરમ કરવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ તતડાવવી તેમાં મેથી, હિંગ,લાલ મરચા, મીઠો લીમડો આ બધું શેકી આ તડકો  તૈયાર કરેલ સાંભાર પર રેડી તરત ઢાંકણ બંધ કરી એક મિનીટ તેમજ ઉકાળવું ત્યારબાદ ઢાંકણ ખોલી તેમાં સમારેલ કોથમીર ઉમેરી, હલાવીને ગેસ બંધ કરવો, મસ્ત સાંભાર તૈયાર।
 
Share:

Recent Posts

Unordered List

Pages

Theme Support