પનીર ટિક્કા :-
પનીર - 400 ગ્રામ
દહીં - 1 કપ
કોર્નફ્લોર - 1,1/2 ચમચા
આદુ લસણની પેસ્ટ - 2 ચમચી
હળદર - 1/4 ચમચી
તેલ - 1 ચમચો
ચાટ મસાલો - 1/2 ચમચી અને 1 ચપટી ઉપર છાંટવા
મીઠું - સ્વાદાનુસાર
કસૂરી મેથી - 1 ચમચો
લાલ મરચા પાઉડર - 1/2 ચમચી
રીત :-
સૌ પ્રથમ પનીરના 1 ઇંચના ચોરસ ટુકડા કરવા, દહીં એકદમ ઘટ્ટ લેવું અથવા તેને મલમલના કપડામાં બાંધી અડધો કલાક લટકાવવું, અને ફેંટી લેવું હવે પનીર છોડીને બાકીની બધી સામગ્રી દહીંમાં ઉમેરવી, ત્યારબાદ પનીરના ટુકડા તેમાં ઉમેરવા, અડધો કલાક અથવા પીરસવાના સમય સુધી પનીરને દહીંમાં પલાળેલ રાખવું, હવે એક નોનસ્ટીક બેકિંગ ટ્રે લેવી, તેની અંદર ચારેતરફ તેલ લગાડવું [ ગ્રીઝ કરવી ] પનીરના ટુકડા બેકિંગ ટ્રેમાં ગોઠવી દેવા, હવે ટ્રેને ઓવનમાં હાઈરેક પર રાખી 5મિનીટ ગ્રીલ કરવી ત્યારબાદ પનીરના ટુકડાને બીજી બાજુ ફેરવી 4 મિનીટ ગ્રીલ કરવા , જો પનીર ગોલ્ડન-બ્રાઉન કલરના થાય નહી તો ફરી બે મિનીટ ગ્રીલ કરવા, છેલ્લે ઉપર ચાટ મસાલો છાંટીને પીરસવા।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો