શુક્રવાર, 24 જુલાઈ, 2015

કચોરી ચાટ - Kachori Chaat

                                                       

કચોરી ચાટ :-

સામગ્રી :-
મેંદો - 1 કપ
સુજી - 1/4 કપ
બેકિંગ સોડા - 2 ચપટી
પાણી - જરૂર પ્રમાણે

મસાલો ભરવા માટે-
મગ દાળની પકોડી - 1 વાટકી
બાફેલ બટાકા -1 વાટકી
બાફેલ અંકુરિત મગ - 1 વાટકી
દહીં - 1 વાટકી
કોથમીર મરચાની ચટણી - 1 વાટકી
મીઠી ચટણી - 1 વાટકી
બારીક સેવ - 1 વાટકી
દાડમના દાણા - 1 વાટકી
મીઠું - સ્વાદાનુસાર
જીરું પાઉડર - 4 ચમચી જેટલો
સંચળ - 4 ચમચી જેટલુ
મરચા પાઉડર - 4 ચમચી

રીત :-
              સૌ પ્રથમ એક વાસણમાં મેંદો, સુજી અને બેકિંગ સોડા લઇ તેમાં ધીમે ધીમે પાણી નાખતા જઈ પૂરી જેવો લોટ બાંધવો, તેને મસળીને સોફ્ટ કરવો, હવે તેની પૂરી વણી શકાય તે માપના લુવા તૈયાર કરી લેવા, હવે એક વાસણમાં તેલ ગરમ કરવું, તેલ બરાબર ગરમ થાય ત્યારે લુવો લઇ તેની પાતળી અને ચારે બાજુએથી એકસરખી સપાટી રહે તેવી પૂરી વણવી, તેને ગરમ તેલમાં ધીમેથી નાખી જારા વડે સહેજ દબાણ આપી ફુલાવી તરત સાઈડ બદલાવી ગેસ સહેજ ધીમો કરી જારા વડે પૂરી પર તેલ નાખતા જવું, પૂરી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તળવી, આ રીતે એક એક પૂરી વણતા જઈ તેને બતાવ્યા મુજબ તળવી, બધી પૂરી તળાઈ જાય એટલે તેને બે થી ત્રણ કલાક ખુલ્લામાં રહેવા દેવી જેથી તે ક્રિસ્પી જ રહેશે,બાફેલ બટાકાને નાના ટુકડા કરી સમારવા, હવે પૂરીમાં  ઉપર થી સહેજ અંગુઠા વડે કાણું પાડી બધી સામગ્રી એકાદ ચમચી જેટલી ભરવી ઉપર દહીં, તીખી અને મીઠી ચટણી રેળી  સંચળ, મીઠું, મરચા પાઉડર, જીરું પાઉડર અને ફરી થોડી સેવ અને દાડમના દાણા નાખી જરૂર મુજબની કચોરી ચાટ તૈયાર કરવી।


Share:

મંગળવાર, 14 જુલાઈ, 2015

દાળવડા - DALVADA


દાળવડા :-

સામગ્રી :-
ચણાની દાળ - 1 કપ
ડુંગળી - 2 નંગ
લીલા મરચા - 3 થી 4 નંગ
આદુ - નાનો ટુકડો
લીમડાના પાન - 8 થી 10 નંગ
કોથમીર - 1/2 ઝુળી
મીઠું - સ્વાદાનુસાર
તેલ - તળવા માટે

રીત :-
        સૌ પહેલા ચણાની દાળને 2 થી 3 કલાક પાણીમાં પલાળી ત્યારબાદ તેનું પાણી દુર કરવું, લીલા મરચા, અને આદુ મોટા ટુકડામાં કાપવું, , લીમડાના પાન અને કોથમીર સમારી લેવા, ડુંગળીને ઝીણી સમારવી, હવે ડુંગળી સિવાયની બધી વસ્તુને એકસાથે મિક્સરમાં મિક્સ કરી તેની કરકરી પેસ્ટ તૈયાર કરવી, આ પેસ્ટમાં મીઠું અને સમારેલ ડુંગળી ઉમેરી દેવી, હવે તેલ ગરમ કરવું, તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ પેસ્ટમાંથી થોડો લુવો લઇ તેને બન્ને હાથના આંગળા વડે થેપલી બનાવવી અને તળવા માટે ધીમે થી વાસણમાં નાખવી, આ પ્રમાણે બધા વડાને આકાર આપી તૈયાર કરવા અને તે ધીમા તાપે બ્રાઉન રંગના થાય તેમ તળી લેવા, તેને કોકોનટ ચટણી કે સોસ અથવા સાંભાર સાથે પીરસવા।
Share:

સોમવાર, 6 જુલાઈ, 2015

મેંદુવડા - Meduvada


મેંદુવડા :-

સામગ્રી :-
લીલા મરચા - 2 થી 3 નંગ
લીમડાના પાન - 8 થી 10
આદુનો ટુકડો - 1 ઇંચ
મીઠું - સ્વાદ પ્રમાણે
અડદની દાળ - 1 કપ
કોથમીર - 1/2 ઝૂળી
પાણી - થોડું
તેલ - તળવા માટે

રીત :-
        સૌ પહેલા અડદની ફોતરા વગરની દાળને ત્રણ થી ચાર કલાક પાણીમાં પલાળી, ત્યારબાદ તેનું પાણી દુર કરી સ્મૂથ પેસ્ટ તૈયાર કરવી, ત્યારબાદ લીલા મરચા, લીમડાના પાન અને કોથમીરને ઝીણા સમારી લેવા, આદુને ખમણી લેવું, હવે અડદની પેસ્ટને 8 થી 10 મિનીટ ફીણવી, જરૂર પડે તો બે થી ત્રણ ચમચી પાણી નાખી ફિણવી, હવે તેમાં મીઠું,સમારેલ મરચા, લીમડાના પાન, કોથમીર અને આદું નાખવું, ફરી બે થી ત્રણ મિનીટ ફીણવું, ત્યારબાદ તેલ ગરમ કરવું, તેલ થોડું ગરમ થાય એટલે બાજુમાં એક પાણી ભરેલ વાટકો રાખવો, આ વાટકાના પાણીમાં હાથ ભીના કરી અડદની પેસ્ટમાંથી એક નાનો લુવો હાથમાં લઇ તેને ઉછાળતા જઈ ગોળો બનાવવો, હવે જે હાથમાં આ ગોળો બનાવ્યો તે હાથના અંગુઠા વડે ગોળામાં વચ્ચે કાણું પાડી ગરમ તેલમાં ધીમેથી વડુ મુકવું, આ રીતે હાથ ભીના કરતા જઈ બધા વડા તૈયાર કરી તેલમાં મધ્યમ તાપમાં ગોલ્ડન બ્રાઉન કલરના તળવા, તો તૈયાર છે મેદુવડા ,તેને નાળિયરની [ ટોપરાની ] ચટણી અથવા કોઈપણ ચટણી કે સોસ સાથે ગરમા ગરમ  ખાવાથી ટેસ્ટી લાગે છે.
 
       
Share:

Recent Posts

Unordered List

Pages

Theme Support