કચોરી ચાટ :-
સામગ્રી :-
મેંદો - 1 કપ
સુજી - 1/4 કપ
બેકિંગ સોડા - 2 ચપટી
પાણી - જરૂર પ્રમાણે
મસાલો ભરવા માટે-
મગ દાળની પકોડી - 1 વાટકી
બાફેલ બટાકા -1 વાટકી
બાફેલ અંકુરિત મગ - 1 વાટકી
દહીં - 1 વાટકી
કોથમીર મરચાની ચટણી - 1 વાટકી
મીઠી ચટણી - 1 વાટકી
બારીક સેવ - 1 વાટકી
દાડમના દાણા - 1 વાટકી
મીઠું - સ્વાદાનુસાર
જીરું પાઉડર - 4 ચમચી જેટલો
સંચળ - 4 ચમચી જેટલુ
મરચા પાઉડર - 4 ચમચી
રીત :-
સૌ પ્રથમ એક વાસણમાં મેંદો, સુજી અને બેકિંગ સોડા લઇ તેમાં ધીમે ધીમે પાણી નાખતા જઈ પૂરી જેવો લોટ બાંધવો, તેને મસળીને સોફ્ટ કરવો, હવે તેની પૂરી વણી શકાય તે માપના લુવા તૈયાર કરી લેવા, હવે એક વાસણમાં તેલ ગરમ કરવું, તેલ બરાબર ગરમ થાય ત્યારે લુવો લઇ તેની પાતળી અને ચારે બાજુએથી એકસરખી સપાટી રહે તેવી પૂરી વણવી, તેને ગરમ તેલમાં ધીમેથી નાખી જારા વડે સહેજ દબાણ આપી ફુલાવી તરત સાઈડ બદલાવી ગેસ સહેજ ધીમો કરી જારા વડે પૂરી પર તેલ નાખતા જવું, પૂરી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તળવી, આ રીતે એક એક પૂરી વણતા જઈ તેને બતાવ્યા મુજબ તળવી, બધી પૂરી તળાઈ જાય એટલે તેને બે થી ત્રણ કલાક ખુલ્લામાં રહેવા દેવી જેથી તે ક્રિસ્પી જ રહેશે,બાફેલ બટાકાને નાના ટુકડા કરી સમારવા, હવે પૂરીમાં ઉપર થી સહેજ અંગુઠા વડે કાણું પાડી બધી સામગ્રી એકાદ ચમચી જેટલી ભરવી ઉપર દહીં, તીખી અને મીઠી ચટણી રેળી સંચળ, મીઠું, મરચા પાઉડર, જીરું પાઉડર અને ફરી થોડી સેવ અને દાડમના દાણા નાખી જરૂર મુજબની કચોરી ચાટ તૈયાર કરવી।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો