સોમવાર, 6 જુલાઈ, 2015

મેંદુવડા - Meduvada


મેંદુવડા :-

સામગ્રી :-
લીલા મરચા - 2 થી 3 નંગ
લીમડાના પાન - 8 થી 10
આદુનો ટુકડો - 1 ઇંચ
મીઠું - સ્વાદ પ્રમાણે
અડદની દાળ - 1 કપ
કોથમીર - 1/2 ઝૂળી
પાણી - થોડું
તેલ - તળવા માટે

રીત :-
        સૌ પહેલા અડદની ફોતરા વગરની દાળને ત્રણ થી ચાર કલાક પાણીમાં પલાળી, ત્યારબાદ તેનું પાણી દુર કરી સ્મૂથ પેસ્ટ તૈયાર કરવી, ત્યારબાદ લીલા મરચા, લીમડાના પાન અને કોથમીરને ઝીણા સમારી લેવા, આદુને ખમણી લેવું, હવે અડદની પેસ્ટને 8 થી 10 મિનીટ ફીણવી, જરૂર પડે તો બે થી ત્રણ ચમચી પાણી નાખી ફિણવી, હવે તેમાં મીઠું,સમારેલ મરચા, લીમડાના પાન, કોથમીર અને આદું નાખવું, ફરી બે થી ત્રણ મિનીટ ફીણવું, ત્યારબાદ તેલ ગરમ કરવું, તેલ થોડું ગરમ થાય એટલે બાજુમાં એક પાણી ભરેલ વાટકો રાખવો, આ વાટકાના પાણીમાં હાથ ભીના કરી અડદની પેસ્ટમાંથી એક નાનો લુવો હાથમાં લઇ તેને ઉછાળતા જઈ ગોળો બનાવવો, હવે જે હાથમાં આ ગોળો બનાવ્યો તે હાથના અંગુઠા વડે ગોળામાં વચ્ચે કાણું પાડી ગરમ તેલમાં ધીમેથી વડુ મુકવું, આ રીતે હાથ ભીના કરતા જઈ બધા વડા તૈયાર કરી તેલમાં મધ્યમ તાપમાં ગોલ્ડન બ્રાઉન કલરના તળવા, તો તૈયાર છે મેદુવડા ,તેને નાળિયરની [ ટોપરાની ] ચટણી અથવા કોઈપણ ચટણી કે સોસ સાથે ગરમા ગરમ  ખાવાથી ટેસ્ટી લાગે છે.
 
       
Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

Recent Posts

Unordered List

Pages

Theme Support