શનિવાર, 28 ફેબ્રુઆરી, 2015

ટમેટાનો સૂપ - Tomato Soup






ટમેટાનો સૂપ :-

સામગ્રી :-

મરી પાઉડર -  1/2 ચમચી
મીઠું - સ્વાદ પ્રમાણે
જીરૂ -1 ચમચી
કોર્નફલોર - 1 ચમચી
બ્રેડ ક્રમ્સ - 5 થી 6 નંગ
ફીણેલી મલાઈ - 2 થી 3 ચમચી
બટર - 2 ચમચી
ટમેટા - 500 ગ્રામ
પાણી - જરૂર પ્રમાણે

રીત :-
          સૌ પહેલા ટમેટાને ધોઈને સમારી લઇ  તેને મિક્સરમાં પીસી લેવા, હવે એક વાસણમાં બટર ગરમ કરવું, તેમાં જીરૂ શેકી લેવું, ત્યારબાદ તેમાં ટમેટાની પેસ્ટ ઉમેરવી, થોડું પાણી નાખવું, ત્યારબાદ તેમાં મીઠું, મરી પાઉડર નાખી સૂપ  હલાવી લેવું, હવે કોર્ન ફલોરમાં 1 ચમચી પાણી નાખી તેને હલાવી સૂપમાં મિક્સ કરવું જેથી સૂપ થોડો ઘટ્ટ થશે, હવે વાસણ ઢાકી દઈ ધીમાંતાપે 2 મિનીટ માટે સૂપ ઉકાળવું, હવે ઢાંકણ ખોલી સૂપ હલાવી તેને થોડીવાર ઉકાળી ગેસ બંધ કરવો , સર્વિંગ બાઉલમાં સૂપ કાઢી લઇ, મલાઈ અને બ્રેડ ક્રમ્સ વડે ગાર્નીસ કરવું, ગરમ સૂપ પીવાની મજા માણવી.
Share:

શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2015

પાલકનો સૂપ - Palak Soup - Spinach soup







પાલકનો  સૂપ :-

સામગ્રી :-

મરી પાઉડર - 1/4 ચમચી
સંચળ - 2 ચપટી
મીઠુ - સ્વાદાનુસાર
લસણ - 7 થી 8 કળી
લીંબુ - અડધું
બ્રેડ ક્રમ્સ - 5 થી 6 નંગ  [ ગાર્નીસિંગ માટે ]
મલાઈ - 3 થી 4 ચમચી  [ ગાર્નીસિંગ માટે ]
ટમેટા - 2 નંગ
પાલકની ભાજી - 250 ગ્રામ


રીત :-
      સૌ પ્રથમ પાલકની ભાજી અને ટમેટાને ધોઈ અને મોટા ટુકડા સમારી લેવા, લસણ ની કળીઓ ફોલી લેવી, હવે તે ત્રણેય ને એક વાસણ માં લઇ તેમાં બે ચમચા જેટલું પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી ફાસ્ટ ગેસ પર ઉભરો આવે તેમ 2 થી 3 મિનીટ ઉકાળવું, ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દઈ પેસ્ટ તૈયાર કરવી, ત્યારબાદ આ પેસ્ટને રસ ગાળવાની મોટી ગળણીમાં ગાળીને તેનું પાણી છુટું પાડવું, હવે આ પાલકના પાણીને એક વાસણમાં લઇ જો તે ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરી તેને ગરમ કરવું, હવે તેમાં મીઠું, સંચળ અને મરી પાઉડર ઉમેરવો, બે - ત્રણ મિનીટ ઉકાળી ગેસ બંધ કરવો, લીંબુનો રસ કાઢી સૂપમાં ઉમેરવો, હવે સૂપને એક સર્વિંગ બાઉલમાં કાઢી તેને મલાઈ અને બ્રેડ ક્રમ્સ વડે ગાર્નીસ કરવું, ગરમાગરમ અને હેલ્ધી પાલક સૂપની મજા માણવી  .


Share:

પાલક પનીરનું શાક - Palak Paneer Subji





પાલક પનીરનું શાક:-

સામગ્રી :-
જીરું - 1/2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
ગરમ મસાલો - 1/4 ચમચી
હળદર - 1/4 ચમચી
ધાણા પાઉડર - 1/2 ચમચી
લસણ આદુની પેસ્ટ - 1 ચમચી
લીલા મરચા - 2 નંગ
ડુંગળી - 1 નંગ
ટમેટા - 2 નંગ
કોથમીર - 1/2 ઝૂડી
લીંબુ -  અડધું
ચણાનો લોટ - 1 ચમચી
ક્રીમ - 2 થી 3 ચમચી  [ ગાર્નીશિંગ માટે ]
પાલકની ભાજી - 250 ગ્રામ
પનીર ક્યુબ - 100 ગ્રામ
તેલ - 4 ચમચી
પાણી - જરૂર પ્રમાણે

રીત :-
         સૌ પહેલા પાલકની ભાજી વ્યવસ્થિત ધોઈ લેવી અને લીલા મરચા, ડુંગળી, ટમેટા, કોથમીરને ઝીણાં સમારી લેવા. હવે એક પાનમાં પાલક,સમારેલી  કોથમીર અને મરચા લેવા તેમાં બે ચમચા જેટલું પાણી નાખી  ઢાંકણ બંધ કરી 5 થી 7 મીનીટ બાફવા , તેને ઠંડુ થવા દેવું અને તેની પેસ્ટ તૈયાર કરવી, હવે એક પાનમાં બે ચમચી તેલ ગરમ કરી તેમાં પનીર ક્યુબ નાખી તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી ધીમા તાપે  સાંતળવા, તે એક ડીસમાં કાઢી લેવા અને ફરી એજ પાનમાં બાકીનું તેલ લઇ તે થોડું ગરમ થાય એટલે તેમાં જીરું શેકી લેવું, તેમાં હળદર અને ચણાનો લોટ નાખીને તરત જ તેમાં લસણ આદુની પેસ્ટ ઉમેરી તેને હલાવી સમારેલી ડુંગળી સાંતળવી, મીઠું નાખવું ત્યારબાદ તેમાં સમારેલ ટામેટા ઉમેરી  1 થી 2 મિનીટ માટે
પકાવવા , હવે તેમાં પાલક  ભાજીની પેસ્ટ ઉમેરી દેવી અને ગરમ મસાલો, ધાણા પાઉડર, લીંબુનો રસ બધું મિક્સ કરી દેવું 1થી 2 મિનીટ કુક થવા દેવું, હવે તેમાં પનીર ક્યુબ નાખી હલાવી અને ઢાંકણ બંધ કરી બે મિનીટ બાદ ગેસ બંધ કરી દેવો, છેલ્લે પાલક પનીરને ક્રીમ વડે ગાર્નીશ કરવું, ટેસ્ટી પંજાબી સબ્જી પાલક પનીર તૈયાર .
Share:

Recent Posts

Unordered List

Pages

Theme Support