ટમેટાનો સૂપ :-
સામગ્રી :-
મરી પાઉડર - 1/2 ચમચી
મીઠું - સ્વાદ પ્રમાણે
જીરૂ -1 ચમચી
કોર્નફલોર - 1 ચમચી
બ્રેડ ક્રમ્સ - 5 થી 6 નંગ
ફીણેલી મલાઈ - 2 થી 3 ચમચી
બટર - 2 ચમચી
ટમેટા - 500 ગ્રામ
પાણી - જરૂર પ્રમાણે
રીત :-
સૌ પહેલા ટમેટાને ધોઈને સમારી લઇ તેને મિક્સરમાં પીસી લેવા, હવે એક વાસણમાં બટર ગરમ કરવું, તેમાં જીરૂ શેકી લેવું, ત્યારબાદ તેમાં ટમેટાની પેસ્ટ ઉમેરવી, થોડું પાણી નાખવું, ત્યારબાદ તેમાં મીઠું, મરી પાઉડર નાખી સૂપ હલાવી લેવું, હવે કોર્ન ફલોરમાં 1 ચમચી પાણી નાખી તેને હલાવી સૂપમાં મિક્સ કરવું જેથી સૂપ થોડો ઘટ્ટ થશે, હવે વાસણ ઢાકી દઈ ધીમાંતાપે 2 મિનીટ માટે સૂપ ઉકાળવું, હવે ઢાંકણ ખોલી સૂપ હલાવી તેને થોડીવાર ઉકાળી ગેસ બંધ કરવો , સર્વિંગ બાઉલમાં સૂપ કાઢી લઇ, મલાઈ અને બ્રેડ ક્રમ્સ વડે ગાર્નીસ કરવું, ગરમ સૂપ પીવાની મજા માણવી.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો