પાલકનો સૂપ :-
સામગ્રી :-
મરી પાઉડર - 1/4 ચમચી
સંચળ - 2 ચપટી
મીઠુ - સ્વાદાનુસાર
લસણ - 7 થી 8 કળી
લીંબુ - અડધું
બ્રેડ ક્રમ્સ - 5 થી 6 નંગ [ ગાર્નીસિંગ માટે ]
મલાઈ - 3 થી 4 ચમચી [ ગાર્નીસિંગ માટે ]
ટમેટા - 2 નંગ
પાલકની ભાજી - 250 ગ્રામ
રીત :-
સૌ પ્રથમ પાલકની ભાજી અને ટમેટાને ધોઈ અને મોટા ટુકડા સમારી લેવા, લસણ ની કળીઓ ફોલી લેવી, હવે તે ત્રણેય ને એક વાસણ માં લઇ તેમાં બે ચમચા જેટલું પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી ફાસ્ટ ગેસ પર ઉભરો આવે તેમ 2 થી 3 મિનીટ ઉકાળવું, ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દઈ પેસ્ટ તૈયાર કરવી, ત્યારબાદ આ પેસ્ટને રસ ગાળવાની મોટી ગળણીમાં ગાળીને તેનું પાણી છુટું પાડવું, હવે આ પાલકના પાણીને એક વાસણમાં લઇ જો તે ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરી તેને ગરમ કરવું, હવે તેમાં મીઠું, સંચળ અને મરી પાઉડર ઉમેરવો, બે - ત્રણ મિનીટ ઉકાળી ગેસ બંધ કરવો, લીંબુનો રસ કાઢી સૂપમાં ઉમેરવો, હવે સૂપને એક સર્વિંગ બાઉલમાં કાઢી તેને મલાઈ અને બ્રેડ ક્રમ્સ વડે ગાર્નીસ કરવું, ગરમાગરમ અને હેલ્ધી પાલક સૂપની મજા માણવી .
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો