શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2015

પાલક પનીરનું શાક - Palak Paneer Subji





પાલક પનીરનું શાક:-

સામગ્રી :-
જીરું - 1/2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
ગરમ મસાલો - 1/4 ચમચી
હળદર - 1/4 ચમચી
ધાણા પાઉડર - 1/2 ચમચી
લસણ આદુની પેસ્ટ - 1 ચમચી
લીલા મરચા - 2 નંગ
ડુંગળી - 1 નંગ
ટમેટા - 2 નંગ
કોથમીર - 1/2 ઝૂડી
લીંબુ -  અડધું
ચણાનો લોટ - 1 ચમચી
ક્રીમ - 2 થી 3 ચમચી  [ ગાર્નીશિંગ માટે ]
પાલકની ભાજી - 250 ગ્રામ
પનીર ક્યુબ - 100 ગ્રામ
તેલ - 4 ચમચી
પાણી - જરૂર પ્રમાણે

રીત :-
         સૌ પહેલા પાલકની ભાજી વ્યવસ્થિત ધોઈ લેવી અને લીલા મરચા, ડુંગળી, ટમેટા, કોથમીરને ઝીણાં સમારી લેવા. હવે એક પાનમાં પાલક,સમારેલી  કોથમીર અને મરચા લેવા તેમાં બે ચમચા જેટલું પાણી નાખી  ઢાંકણ બંધ કરી 5 થી 7 મીનીટ બાફવા , તેને ઠંડુ થવા દેવું અને તેની પેસ્ટ તૈયાર કરવી, હવે એક પાનમાં બે ચમચી તેલ ગરમ કરી તેમાં પનીર ક્યુબ નાખી તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી ધીમા તાપે  સાંતળવા, તે એક ડીસમાં કાઢી લેવા અને ફરી એજ પાનમાં બાકીનું તેલ લઇ તે થોડું ગરમ થાય એટલે તેમાં જીરું શેકી લેવું, તેમાં હળદર અને ચણાનો લોટ નાખીને તરત જ તેમાં લસણ આદુની પેસ્ટ ઉમેરી તેને હલાવી સમારેલી ડુંગળી સાંતળવી, મીઠું નાખવું ત્યારબાદ તેમાં સમારેલ ટામેટા ઉમેરી  1 થી 2 મિનીટ માટે
પકાવવા , હવે તેમાં પાલક  ભાજીની પેસ્ટ ઉમેરી દેવી અને ગરમ મસાલો, ધાણા પાઉડર, લીંબુનો રસ બધું મિક્સ કરી દેવું 1થી 2 મિનીટ કુક થવા દેવું, હવે તેમાં પનીર ક્યુબ નાખી હલાવી અને ઢાંકણ બંધ કરી બે મિનીટ બાદ ગેસ બંધ કરી દેવો, છેલ્લે પાલક પનીરને ક્રીમ વડે ગાર્નીશ કરવું, ટેસ્ટી પંજાબી સબ્જી પાલક પનીર તૈયાર .
Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

Recent Posts

Unordered List

Pages

Theme Support