પનીર મખની :-
સામગ્રી:-
પનીર ક્યુબ - 250 ગ્રામ
માખણ - 2 ચમચા
ડુંગળી - 2 નંગ, તેની પ્યુરી તૈયાર કરવી
ટમેટા - 2 નંગ, તેની પ્યુરી તૈયાર કરવી
આદું લસણની પેસ્ટ - 1 ચમચી
કાજુ - 1 ચમચા કાજુને થોડા દુધમાં 1 કલાક પલાળી પેસ્ટ તૈયાર કરવી
લવિંગ - 2 નંગ
તમાલપત્ર - 1 નંગ
તાજી મલાઈ [ફ્રેશ ક્રીમ ] - 1/2 કપ
કસુર મેથી - 1 ચમચી
કોથમીર - 1 ચમચો સમારેલ
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4 ચમચી
લાલ મરચું - 1 ચમચી
ધાણાજીરું પાઉડર - 2 ચમચી
ગરમ મસાલો - 1/2 ચમચી
રીત :-
સૌ પહેલા એક વાસણમાં માખણ ગરમ કરવું , ત્યારબાદ તેમાં લવિંગ અને તમાલપત્ર શેકવું, હવે તેમાં ડુંગળીની પ્યુરી અને મીઠું નાખવું તેને હલાવતા જઈ, તેનું પાણી બળે તેમ 5 થી 6 મિનીટ સાંતળવી,હવે તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરવી, ત્યારબાદ તેમાં ટમેટાની પ્યુરી, બાકીના મસાલા અને કસૂરી મેથી નાખવી, હલાવી અને ઢાંકણ બંધ કરી 3 મિનીટ મધ્યમ તાપમાં પકાવવું, હવે ઢાંકણ ખોલી તેમાં થોડું પાણી અને કાજુની પેસ્ટ ઉમેરવી બે થી ત્રણ મિનીટ પકાવવું, ત્યારબાદ તેમાં ફ્રેશ ક્રીમ અને પનીર ક્યુબ [ પનીરના મોટા ચોરસ ટુકડા ] ઉમેરી બે મિનીટ પકાવી ગેસ બંધ કરવો, કોથમીર વડે સજાવવું, પનીર મખની તૈયાર, તેને નાન, રોટલી કે જીરા રાઇસ સાથે ખાઈ શકાય છે.