મફિન્સ:-
સામગ્રી :-
મેંદો - 100 ગ્રામ
કોકો પાઉડર - 60 ગ્રામ
બેકિંગ પાઉડર - 1/2 ચમચી
ખાવાનો સોડા - 1/2 ચમચી
કન્ડેન્સ મિલ્ક - 200 ગ્રામ
માખણ - 120 ગ્રામ
માવો - 120 ગ્રામ
દૂધ - 100 મિલી
ચોકલેટ ચિપ્સ - 1/2 કપ
રીત :-
સૌ પ્રથમ એક વાસણમાં મેંદો, કોકો પાઉડર, બેકિંગ પાઉડર અને ખાવાનો સોડા આ બધું સાથે લઇ ચાળી લેવું, હવે બીજા વાસણમાં માખણ અને ક્ન્ડેન્સ મિલ્કને એકદમ ફીણવું, ત્યારબાદ તેમાં માવો હાથ વડે મસળી છૂટો કરી મિક્સ કરવો અને ફરી ફીણવું, ફીણવાથી તે ક્રીમ જેવું દેખાશે, ત્યારબાદ તેમાં ચાળીને તૈયાર કરેલ લોટનું મિશ્રણ ધીમે નાખતા જવું અને ફીણતા જવું, અડધા ચોકલેટ ચિપ્સ ઉમેરી ફીણવું, હવે તેમાં દૂધ મિક્સ કરી ફરી ફીણવું, મફીન્સનું મિશ્રણ તૈયાર છે, હવે તેને બેક કરવા માટે મફીન્સ કપ વાળી સીલીકોન ટ્રે
લઇ તેના દરેક કપનો પોણો ભાગ આ મિશ્રણથી ભરી ઉપર બાકીના ચોકો ચિપ્સ ભભરાવવા, હવે ઓવનને 180 સેન્ટીગ્રેડ પર પ્રીહીટ કરી મફિન્સને 30 મિનીટ સુધી બેક કરવા, મફીન્સ તૈયાર.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો