ગાજરનો હલવો :-
સામગ્રી :-
ગાજર - 500 ગ્રામ છીણી લેવા
માવો - 1/2 કપ
દૂધ - 1/2 કપ
ખાંડ - 1/2 કપ
દેશી ઘી - 2 ચમચા
ઈલાયચી - 2 નંગનો પાઉડર કરવો
કિસમિસ - થોડા દાણા
કાજૂ - 7 નંગ કટ કરવા
બદામ - 7 નંગ કટ કરવી
રીત :-
સૌ પ્રથમ એક વાસણમાં 1 ચમચો ઘી ગરમ કરવું, હવે તેમાં છીણેલ ગાજર સાંતળવું, થોડીવાર બાદ તેમાં દૂધ અને ખાંડ મિક્સ કરવા, વાસણ ઢાંકી દેવું અને દૂધ ગાજરમાં શોષાઈ જાય ત્યાં સુધી તેને પકાવવું, ત્યારબાદ તેને હલાવી તેમાં બાકીનું ઘી અને માવાને હાથ વડે મસળી તેમાં ઉમેરી દેવો, હલાવતા જઈ ફરી 7 થી 8 મિનીટ પકાવવું, હવે તેમાં ઈલાયચી પાઉડર, કિસમિસ, કાજુ અને બદામ મિક્સ કરી ગેસ બંધ કરવો, સ્વાદિષ્ટ ગાજરનો હલવો તૈયાર।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો