વેજ હાકા નુડલ્સ :-
સામગ્રી :-
કોબીજ - 1 કપ , લાંબી, પાતળી સમારેલ
ગાજર - 1 કપ લાંબુ, પાતળું સમારેલ
કેપ્સીકમ [ સિમલા મરચું ] - 1 નંગ , લાંબુ, પાતળું સમારેલ
ડુંગળી - 1/2 કપ, લાંબી, પાતળી સમારેલ
લીલી ડુંગળી - 1/4 કપ સમારેલ
વેજ હાકા નુડલ્સ - 150 ગ્રામ
તેલ - 3 ચમચા
ટોમેટો કેચપ - જરૂર મુજબ
ચાઉમીન મસાલો - 3 ચમચા જેટલો [ ચિંગ્સના વેજ હાકા નુડલ્સના પેકિંગ સાથે જ તેમાં જરૂર મુજબનો આ મસાલો અથવા બે પ્રકારના સોસ આવે છે, જેનો રેસિપીમાં ઉપયોગ કરવો ]
પાણી - જરૂર મુજબ
રીત :-
સૌ પહેલા હાકા નુડલ્સ અધકચરા બાફ્વાના હોય છે, આ માટે એક મોટા,પહોળા વાસણમાં 10 કપ પાણી ઉકાળવું, પાણી એકદમ ઉકળવા લાગે ત્યારે તેમાં નુડલ્સના હાથેથી બે ભાગ કરી તેમાં ઉમેરવા, ચમચા વડે ધીમેથી હલાવી લેવું, હવે નુડલ્સને ફાસ્ટ ગેસ પર 3 મિનીટ માટે અધકચરા બાફી લેવા, ત્યારબાદ ગેસ બંધ કરી તેને મોટી ચાળણીમાં લઇ પાણી દુર કરવું, ઉપર થોડું પાણી રેડવું જેથી તે વધુ પોચા થાય નહી, હવે તરત તેને એક મોટી ડીશમાં લઇ છુટા કરવા અને ફરતે એક ચમચો તેલ રેડવું, જેથી તે ચોંટી જાય નહી, હવે ફરી એક મોટું,પહોળું વાસણ લઇ બાકીનું તેલ ગરમ કરવું, તેમાં સમારેલ કેપ્સીકમ, ડુંગળી, ગાજર, કોબીજ આ બધું નાખવું અને તેને ફાસ્ટ ગેસ પર ઉછાળતા જઈ 3 મિનીટ માટે સાંતળવું, હવે તેમાં નુડલ્સ સાથે આવેલ ચાઉમીન મસાલો ઉમેરવો, હલાવીને તેમાં અધકચરા બાફેલ નુડલ્સ ઉમેરવા, બે ચમચા અથવા સ્વાદાનુસાર કેચપ ઉમેરવો અને ફરી તેને ઉછાળતા જઈ 3 મિનીટ માટે આ બધું સાંતળવું, હવે સમારેલ લીલી ડુંગળી ઉમેરી ફરી 1 મિનીટ સાંતળવું, ગેસ બંધ કરવો, રેસ્ટોરન્ટ સ્ટાઈલ ચાઇનીઝ હાકા નુડલ્સ તૈયાર.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો