પાલકના પરોઠા:
શિયાળામાં પાલકની ભાજીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો જ જોઈએ, કારણ તેમાં ખુબજ લોહતત્વ રહેલું છે, આજે આપણે પાલક ની ભાજીના પરોઠા બનાવતા શીખીશું:
સામગ્રી:
પાલક = 1 ઝૂડી
કોથમીર = અડધી ઝૂડી
લીલા મરચા = 3 થી 4
ઘઉં નો લોટ = 4 વાટકી
જીરું = 2 ચમચી
મીઠું = સ્વાદાનુસાર
હળદર = 1 ચમચી
તેલ = 4 ચમચી લોટ બાંધવા માટે, 1 વાટકી જેટલું તળવા માટે
આદુ = 1 નાનો ટુકડો
પાણી = અંદાજે દોઢ ગ્લાસ જેટલું
બનાવવાની રીત:
સૌ પ્રથમ પાલકને અને કોથમીરને ધોઈ સમારી લેવી, તેમાં આદું અને લીલા મરચા સમારવા, આ બધું મિક્સ કરી તેની પેસ્ટ બનાવવી, તેને લોટ બાંધવાના વાસણમાં લઇ લેવી, ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ
જીરું, મીઠું,તેલ,હળદર ઉમેરવું ને હાથ વડે આ બધું વ્યવસ્થિત મિક્સ કરવું, પછી એક સાથે પાણી ના નાખતા ધીરે ધીરે પાણી નાખતા જઈ, લોટ મિક્સ કરતા જઈ,મસળી, કઠણ લોટ તૈયાર કરવો, આ લોટને 15 મિનીટ ઢાંકી રાખવો, જેથી તે નરમ થઇ જશે, હવે લોટને ફરીથી થોડો મસળી તેમાં થી એકસરખા લુવા તૈયારકરવા
અને આ લુવાને ગોળ કે ત્રિકોણ મનગમતા આકારમાં વણતા જવું અને સાઈડમાં ધીમાતાપે તવો ગરમ કરવા મુકવો, પછી તવા પર એક ચમચી તેલ નાખી વણેલ રોટલી નાખવી, એક બાજુ શેકાઈ જાય પછી બીજી બાજુ થોડું તેલ નાખી,પરોઠા ને તાવીથા વડે પ્રેસ આપતા જઈ શેકી લેવું, આમ બધા પરોઠા તૈયાર કરવા, એકદમ સ્વાદિષ્ટ પરોઠા તૈયાર થઇ જશે, આ પરોઠા ને ચા અથવા સુકીભાજી સાથે ખાવાની બહુ જ મજા પડે.

0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો