શનિવાર, 28 ડિસેમ્બર, 2013

ઇન્સ્ટ્ન્ટ માઇક્રોવેવ મુઠીયા

આજે આપણે માઇક્રોવેવ માં ઝ્ટપટ મુઠીયા બનાવતા શિખીશું.આ માટે નીચે મુજબ ની સામગ્રી ની જરૂર પડશે :  .

ઘઉં નો લોટ = 2 વાટકી
ચણા નો લોટ = 1 વાટકી
બાજરા નો લોટ = 1/2 વાટકી
મેથી ની ભાજી = 1/2 ઝૂડી
લસણ ની ચટણી = 2 ચમચી
મીઠું = સ્વાદાનુસાર
હળદર = 1 ચમચી
ધાણાજીરું = 2 ચમચી
ખાવાનો સોડા = 1/4 ચમચી
તેલ = 1 ચમચી
પાણી = અંદાજે પોણો ગ્લાસ


વઘાર માટે ની સામગ્રી :

તેલ = 2 ચમચી
રાઈ = 1/2 ચમચી
જીરું = 1/2 ચમચી
તલ = 1/2 ચમચી
ખાંડ = 1/2 ચમચી


બનાવવાની રીત :
              સૌ પ્રથમ મેથીની ભાજી ધોઈ તેને સમારી લેવી , મેથીની ભાજી ના બદલે સમારેલી અડધી કોબીજ અથવા ખમણેલી દુધી નો ઉપયોગ પણ કરી શકાય, ત્યારબાદ તેમાં ઘઉંનો, ચણાનો અને બાજરાનો લોટ ઉમેરવો , તેમાં હળદર, મીઠું, લસણની ચટણી, તેલ, ધાણાજીરું, સોડા, તેલ નાખી  થોડું પાણી નાખતા જવું ને બધું મિક્સ કરતા જવું, એકસાથે વધુ પાણી નાખવું નહિ , જયારે મુઠી વચ્ચે લોટ લઇ દબાવતા તેના મુઠીયા વળવા લાગે તેટલું જ પાણી નાખતા જવું ને મુઠીયા વાળી લેવા, હવે એક માઇક્રોવેવ સેફ  સ્ટીમર લઇ, ઈડલી નું સ્ટીમર પણ ચાલે, આ સ્ટીમરમાં પોણો ગ્લાસ પાણી ભરી ઉપર સ્ટેન્ડ ગોઠવી તેમાં મુઠીયા ગોઠવવા ને ઢાકણું બંધ કરી તેને માઇક્રોવેવ ફુલ પાવરમાં 5 મિનીટ આપી ને મુકવું, પાંચ મિનીટ બાદ થોડો સ્ટેન્ડિંગ ટાઇમ આપી પછી મુઠીયા બહાર કાઢી તેને ચપ્પુ વડે પાકી ગયા કે કેમ તે ચેક કરવું, જો કાચા જેવા લાગે તો ફરી માઇક્રોવેવમાં એક મિનીટ મૂકી કાઢી ને સમારી લેવા, ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકવું તેમાં રાઈ,જીરું,તલ નાખવા તે બધું તતડી જાય પછી તેમાં મુઠીયા ઉમેરી ધીમા તાપે તેમાં શેકવા દેવા, પછી ખાંડ ઉમેરી બીજી બાજુ શેકી લેવા, આમ સ્વાદિષ્ટ મુઠીયા તૈયાર થઈ જશે, આમ માઇક્રોવેવમાં બનાવેલ મુઠીયા નો રંગ અને સ્વાદ બદલ્યા વગર ખુબજ ઝડપથી મુઠીયા બને છે.
Share:

3 ટિપ્પણીઓ:

Recent Posts

Unordered List

Pages

Theme Support