પાલક બટાટાનું શાક: Aloo Palak
પાલકની ભાજીમાં પ્રચુર માત્રામાં લોહતત્વ હોય છે, શિયાળામાં તો તેનો શક્ય તેટલો વધુ ઉપયોગ કરવો
જોઈએ, પણ બાળકો ક્યારેક તેનું શાક ખાવાનું ટાળતા હોય છે, તો ચાલો આ શાકમાં થોડી નવિનતા
લાવી બાળકોને ભાવતું શાક બનાવીએ
સામગ્રી:
પાલક્ભાજી = 1 ઝૂડી
બટાટા = 2 થી 3 નંગ
લસણ = 4 થી 5 કળી
ડુંગળી = 2 નંગ
ટામેટા = 2 નંગ
આદુ = 1 નાનો ટુકડો
ચણાનો લોટ = 2 ચમચી
તેલ = 2 ચમચી
રાઈ = 1/2 ચમચી
જીરું =1/2 ચમચી
મલાઈ = 3 ચમચી ગાર્નીશ કરવા માટે
મીઠું = સ્વાદાનુસાર
હળદર =1/2 ચમચી
લાલ મરચું = 1/2 ચમચી
ધાણાજીરું = 1 ચમચી
ગરમ મસાલો = 1/2 ચમચી
પાલકની ભાજીમાં પ્રચુર માત્રામાં લોહતત્વ હોય છે, શિયાળામાં તો તેનો શક્ય તેટલો વધુ ઉપયોગ કરવો
જોઈએ, પણ બાળકો ક્યારેક તેનું શાક ખાવાનું ટાળતા હોય છે, તો ચાલો આ શાકમાં થોડી નવિનતા
લાવી બાળકોને ભાવતું શાક બનાવીએ
સામગ્રી:
પાલક્ભાજી = 1 ઝૂડી
બટાટા = 2 થી 3 નંગ
લસણ = 4 થી 5 કળી
ડુંગળી = 2 નંગ
ટામેટા = 2 નંગ
આદુ = 1 નાનો ટુકડો
ચણાનો લોટ = 2 ચમચી
તેલ = 2 ચમચી
રાઈ = 1/2 ચમચી
જીરું =1/2 ચમચી
મલાઈ = 3 ચમચી ગાર્નીશ કરવા માટે
મીઠું = સ્વાદાનુસાર
હળદર =1/2 ચમચી
લાલ મરચું = 1/2 ચમચી
ધાણાજીરું = 1 ચમચી
ગરમ મસાલો = 1/2 ચમચી
બનાવવાની રીત:
પહેલા પાલક ને ધોઈ સમારી લેવી, બટાટા ની છાલ ઉતારી ધોઈ લેવા, ત્યારપછી આ બન્ને ને
બાફી લેવા, બાફેલી પાલક ને બ્લેન્ડ કરી લેવી, ને બટાટા ને મીડીયમ સાઈઝમાં ચોરસ પનીર ક્યુબ જેવા સમારી લેવા, હવે લસણ,ડુંગળી,આદુ ને ટામેટા ની પેસ્ટ કરી લેવી, હવે એક પેન માં તેલ ગરમ કરવા મુકવું તેમાં રાઈ જીરું નાખવુ, તે તતડે એટલે હિંગ નાખી તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખવી, હળદર,મીઠું,ધાણાજીરું, ગરમમસાલો, લાલમરચું ને ચણાનો લોટ એ બધું ઉમેરી થોડી વાર ધીમાતાપે ચડવા દેવું જેથી પેસ્ટ કાચી ના રહે, હવે તેમાં પાલકની ગ્રેવી ને સમારેલા બટાટા ઉમેરવા 5 મિનીટ રાખી ગેસ બંધ કરી ઉપર મલાઈ વડે ગાર્નીશ કરવું, સ્વાદિષ્ટ શાક તૈયાર થઇ જશે.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો