સોમવાર, 30 ડિસેમ્બર, 2013

ઈન્સ્ટન્ટ માઇક્રોવેવ ખમણ - Instant Microwave Khaman

ઈન્સ્ટન્ટ માઇક્રોવેવ ખમણ :

સામગ્રી:

ચણાનો લોટ {એકદમ બારીક પીસેલો} = 2 કપ
લીંબુના ફુલ [સાઇટ્રીક એસીડ] = 1 ચમચી
ખાંડ = 2 ચમચી
મીઠું = સ્વાદાનુસાર
ખાવાનો સોડા = 1/2 ચમચી
પાણી =  અંદાજે પોણો કપ

વઘાર માટે:

લીલા મરચા = 2 ઝીણા સમારેલા અને 2 થી 3 ઉભા ચીરેલા ગાર્નીસ કરવા
કોથમીર = ઝીણી સમારેલી, ગાર્નીસ કરવા માટે
મીઠો લીમડો = 4 થી 5 પાન
ટમેટું = 1 નંગ સમારેલું
તલ = 1 ચમચી
હિંગ = 1 ચપટી
રાઈ = 1/2 ચમચી
જીરું =1/2 ચમચી
તેલ = 2 ચમચી
ખાંડ = 3 ચમચી
પાણી = દોઢ કપ

બનાવવાની રીત:

             સૌ પ્રથમ એક વાટકીમાં ખાવાનો સોડા લઇ તેમાં 3 ચમચી પાણી નાખી તેને  પલાળી સોડાનું દ્રાવણ તૈયાર કરી રાખવું , પછી એક માઇક્રોવેવ સેફ ચોરસ પાત્ર લઇ તેને તેલ વડે ગ્રીઝ કરી રાખવું  .  હવે એક પહોળા વાસણમાં લીંબુ ના ફૂલ, મીઠું અને ખાંડ લઇ,  તેમાં પોણો કપ પાણી ઉમેરી આ બધું પાણીમાં એકદમ ઓગળી જાય ત્યાં સુધી હલાવવું, હવે તેમાં ચણાનો લોટ ઉમેરી હાથ વડે લોટના ગઠ્ઠા ભાંગી જાય ત્યાંસુધી હલાવવું, પછી તેમાં સોડાનું દ્રાવણ ઉમેરી પહોળા વાસણની કિનારી સુધી હાથ અડકે તેટલા જોર થી ને ઝડપથી મિશ્રણ  હલાવવું જેથી મિશ્રણ ફૂલીને  ડબલ થઇ જશે, સોડા ઉમેર્યા પછી એક મિનીટમાં જ મિશ્રણ ને માઇક્રોવેવ માં મુકવું જરૂરી છે, જેથી તેનો પાવર ના ઉડી જાય , જેથી  મિશ્રણ ડબલ થાય કે તરત જ તેને ગ્રીઝ કરેલા માઈક્રોસેફ  પાત્રમાં રેડી માઈક્રો ફૂલ પાવરમાં અઢી મિનીટ માટે મુકવું, હવે તૈયાર ખમણ ને ચેક કરવા કે તે કાચા નથીને ? જો તેવું લાગે તો ફરી એક મિનીટ માઈક્રો માં સ્ટીમ કરી દેવા, હવે તેને ટ્રે માં કાઢી ચોરસ કાપી લેવા, હવે ખમણ નો વઘાર કરવા તેલ ગરમ કરવું તેમાં રાઈ,જીરું,તલ, હિંગ, સમારેલા મરચા, ટામેટા,ખાંડ, પાણી બધું ઉમેરી  તેને પાંચ મિનીટ ખાંડ ઓગળે ત્યાં સુધી ઉકાળવું , આ વઘાર ને ખમણ પર એકસરખો રેડવો, વઘાર ખમણમાં શોષાઈ  જાય એટલે તેને કોથમીર મરચા વડે ગાર્નીસ કરી પીરસવા, ખુબજ સ્વાદિષ્ટ ખમણ તૈયાર  છે.



Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

Recent Posts

Unordered List

Pages

Theme Support