વેજ સ્ટોક :-
સામગ્રી :-
મરી - 7 થી 8 દાણા
લીલું મરચું - 1 નંગ
તમાલપત્ર - 2 નંગ
ડુંગળી - 2 નંગ
લીલી ડુંગળી - 3 નંગ
ગાજર - 1 નંગ
કોબી - 4 થી 5 મોટા ટુકડા
ફ્લાવર - 4 થી 5 મોટા ટુકડા
રીત :-
સૌ પહેલા બધા શાકને વ્યવસ્થિત ધોઈને તેને મોટા ટુકડામાં સમારી લેવાં, હવે એક વાસણમાં બધા શાક લઇ તેમાં મરી, તમાલપત્ર , ને લીલું મરચું ઉમેરવું, હવે આ બધા શાક ડુબે એટલું પાણી નાખી ઢાંકણ બંધ કરી તેને પાંચ મિનીટ ફાસ્ટ ગેસ પર કુક કરવું ત્યારબાદ ફ્લેમ ધીમી કરી 20 મિનીટ બાફવું, હવે ગેસ બંધ કરી સ્ટોક નું પાણી ઠંડુ થવા દો , સ્ટોક ઠંડો થાય એટલે તેને રસ ગાળવાની મોટી ગળણી વડે ગાળી લેવો, આ સ્ટોકને હવાચુસ્ત જારમાં બંધ કરી ફ્રીઝરમાં રાખવાથી એક થી બે અઠવાડિયા સુધી તેનો ઉપયોગ કરી શકાય અને જયારે તેનો ઉપયોગ કરવો હોય ત્યારે એક કલાક પહેલા ફ્રીઝર માંથી તેને બહાર કાઢી લેવો , તો તમે પણ વેજ સ્ટોક બનાવો ને વિવિધ રેસીપીમાં તેનો ઉપયોગ કરો.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો