રવા કેક [ સૂજી કેક ] :-
સામગ્રી :-
રવો - 1 કપ
ઘઉંનો લોટ - 1/2 કપ
મેંદો - 1/2 કપ
દહીં - 1/2 કપ
ખાવાનો પીળો રંગ - 1 ચપટી
બેકિંગ પાઉડર - 1 ચમચી
ખાવાનો સોડા - 1/2 ચમચી
દળેલી ખાંડ - 1 કપ
દૂધ - 1/4 કપ
તેલ - 1/2 કપ
ઈલાયચી પાઉડર - 1/4 ચમચી
કાજૂ - 12 થી 15 નંગ કટ કરેલ
રીત :-
સૌ પહેલા રવો, ઘઉંનો લોટ, મેંદો, બેકિંગ પાઉડર અને ખાવાના સોડાને બે વાર ચાળી લેવા, હવે એક ઊંડા વાસણમાં તેલ, દહીં અને દળેલી ખાંડને લઇ ખુબ સારી રીતે ફીણવું, આ મિશ્રણ માખણ જેટલું સોફ્ટ થાય ત્યાં સુધી ફીણવું, હવે તેમાં ચાળેલા લોટનું મિશ્રણ ધીમે ધીમે નાખતા જવું અને હલાવતા જવું, ત્યારબાદ તેમાં ખાવાનો પીળો રંગ [ લાડવાનો રંગ ], દૂધ અને ઈલાયચી પાઉડર નાખી બે મિનીટ ફીણવું, ત્યારબાદ એક કેક બેક કરવાની ટ્રે ને ચારે તરફ તેલ લગાવવું [ ગ્રીઝ કરવું ] અને કેકના મિશ્રણને તેમાં ધીમેથી રેડવું ઉપર કટ કરેલ કાજુને પાથરી સહેજ દબાવી દેવા, હવે ઓવનને 200 સેન્ટીગ્રેડ પર પ્રી હિટ કરી 30 મિનીટ માટે કેક બેક કરવી, પછી તેને ચપ્પુ વડે ચેક કરવી, ચપ્પુ કોરું બહાર આવે તો કેક બરાબર બેક થઇ ગણાય, નહીતર 5 થી 7 મિનીટ ફરી બેક કરવી, ઓવનમાંથી કાઢ્યા બાદ ફરતે ચપ્પુ ફેરવી એક ડીશમાં કાઢી લેવી। [ અનમોલ્ડ કરવી ]
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો