શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2015

વેજ કડાઈ - veg kadai


વેજ કડાઈ :-

સામગ્રી :-
ગાજર - 1નંગ , લાંબુ પાતળુ સમારેલ
કેપ્સીકમ - અડધું, લાંબુ પાતળુ સમારેલ
ફણસી - 1/2 કપ, સોફ્ટ થાય તેમ ઉકાળેલ
ટમેટા - 4 થી 5 નંગ, ઝીણા સમારેલ
ડુંગળી - 2 ચમચા જેટલી ઝીણી સમારેલ
કોથમીર - 2 ચમચા, ઝીણી સમારેલ
આખા ધાણા - 2 ચમચા
કાજુ - 5 નંગ
કાશ્મીરી સુકા લાલ મરચા - 5 નંગ
કસૂરી મેથી - 1/2 ચમચી
ગરમ મસાલો - 1, 1/2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
કાશ્મીરી લાલ મરચા પાઉડર - 2 ચમચી
લસણ - 8 કળી, ઝીણા સમારેલ
પનીર - 3 ચમચા, છીણી લેવું
તેલ - 3 ચમચા + 1 ચમચી
ઘી - 3 ચમચા

રીત :-
         સૌ પ્રથમ વેજ કડાઈ બનાવવા માટે પહેલા કડાઈ મસાલો બનાવવો, આ માટે એક વાસણમાં એક ચમચી તેલ ગરમ કરવું, તેમાં આખા ધાણા, આખા કાશ્મીરી સુકા લાલ મરચા અને આખા કાજુ નાખી તેને સારી સુગંધ આવે ત્યાં સુધી શેકવા, ગેસ બંધ કરી બધું  ઠંડુ થવા દેવું, હવે તેને મિક્સરમાં અધકચરું ક્રસ કરી લેવું, ત્યારબાદ એક વાસણમાં બે ચમચા તેલ અને બે ચમચા ઘી ગરમ કરવું, તેમાં સમારેલ લસણ સાંતળી ત્રણ ચમચા તૈયાર કરેલ મસાલો ઉમેરવો, તેને હલાવી તેમાં સમારેલ ટમેટા ઉમેરવા, તેમાં મીઠું, ગરમ મસાલો, લાલ મરચા પાઉડર અને કસૂરી મેથી નાખવી, હવે ટમેટા એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી ગ્રેવી હલાવવી, ગેસ બંધ કરવો, હવે બીજા વાસણમાં એક ચમચો તેલ અને એક ચમચો ઘી ગરમ કરવું, તેમાં સમારેલ ડુંગળી સાંતળી , કેપ્સીકમ, ગાજર અને ફણસી નાખવા તેમાં થોડું મીઠું અને કડાઈ મસાલો નાખી થોડી વાર પકાવવું, હવે તેમાં છીણેલ પનીર, તૈયાર કરેલ ગ્રેવી અને બે ચમચા પાણી નાખી બધું થોડીવાર હલાવી સમારેલ કોથમીર નાખી ગેસ બંધ કરવો, તો તૈયાર છે વેજ કડાઈ, તેને પરોઠા કે નાન સાથે પીરસવી।
Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

Recent Posts

Unordered List

Pages

Theme Support