Baking : ઓવન કે ભઠ્ઠી માં કોઈ વાનગી શેકી ને તૈયાર કરવા ની પદ્ધતિ ને બેકિંગ કહેવાય છે.સામાન્ય રીતે જ્યારે કોઈ વાનગી નું ઉપર નું પડ બ્રાઉન થાય એ રીતે શેકવી હોય ત્યારે બેકિંગ કરવા માં છે, જેમ કે બ્રેડ , કેક વગેરે વાનગી બેકિંગ થી બને છે.આ પદ્ધતિમાં થોડો ભેજ જળવાઈ રહે છે અથવા જાળવી શકાય છે.
Roasting : પાપડ , સિંગ દાણા વગેરે ને શેકવા ની રીત ને Roasting કહેવાય છે, જેમાં ઊંચા તાપમાને શેકીને વાનગી માં થી બધો ભેજ ઉડાડી ને સુકી વાનગી બનાવાય છે.
Blanching : પાણીમાં સહેજ મીઠું નાખી ને ખુબ જ ઓછા સમય માટે શાકભાજી કે ફળો ને અધ કચરા બાફવા ની રીત ને Blanching કહેવાય છે , આ રીતે માં ફક્ત 30 સેકંડ થી એક મિનીટ જેવા ઓછા સમય માટે બાફવા નું હોય છે.
Parboiling : આ પ્રક્રિયા બ્લાચિંગ નું જ બીજું નામ છે , પાણીમાં સહેજ મીઠું નાખી ને ખુબ જ ઓછા સમય માટે શાકભાજી કે ફળો ને અધ કચરા બાફવા ની રીત ને Blanching / Parboiling કહેવાય છે , આ રીતે માં ફક્ત 30 સેકંડ થી એક મિનીટ જેવા ઓછા સમય માટે બાફવા નું હોય છે.
Boiling : ઉકળતા પાણી માં બાફવું કે ઉકાળવું , જ્યારે આ પદ્ધતિ નો ઉપયોગ કરવાનું લખ્યું હોય ત્યારે શક્ય હોય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળવા થી વાનગીનો સ્વાદ અને પોષક તત્વો જળવાઈ રહે છે.
Braising : ઉકાળવા કે બાફવા કરતાં પ્રમાણ માં ઓછું પાણી લઇ ને શાકભાજી કે અન્ય વાનગી પકવવાની રીત ને Braising કહેવાયછે ,જેમ કે રસાવાળું શાક બનાવવા ની રીત.
Broiling : ચારે બાજુ થી એક સમાન તાપમાને એકદમ કડક અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા ની રીત ને Broiling કહેવાય છે. જેમ કે બ્રેડ માં થી ટોસ્ટ બનાવવા ની રીત અથવા સેન્ડવીચ મેકર માં સેન્ડવીચ બનાવવા ની રીત. આ પદ્ધતિ ને આપણે ત્યાં ગ્રીલિંગ કહેવાય છે.જયારે American English માં Broiling કહેવાય છે.
Grilling : એકદમ કડક અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા ની રીત ને Grilling કહેવાય છે. જેમ કે બ્રેડ માં થી ટોસ્ટ બનાવવા ની રીત અથવા સેન્ડવીચ મેકર માં સેન્ડવીચ બનાવવા ની રીત. આ પદ્ધતિ ને આપણે ત્યાં ગ્રીલિંગ કહેવાય છે.જયારે American English માં Broiling કહેવાય છે.
Creaming : ખાંડ અને માખણ ના મિશ્રણ ને ખુબ ફીણી ને પરપોટા થાય તેવું મિશ્રણ તૈયાર કરવા ની રીત ને ક્રીમીંગ કહેવાય છે. આ પદ્ધતિ નો ઉપયોગ કેક અને બિસ્કીટ બનાવવા માટે ઉપયોગ થાય છે.
Deep frying : ભજીયા કે પુરી બનાવવા માટે ઉપયોગ માં લેવાતી પદ્ધતિ , આ રીત માં કડાઈ જેવા થોડા ઉંડાઈ વાળા વાસણ માં તેલ ગરમ કરી ને તેમાં ભજીયા કે પુરી ડુબે એ રીતે તળવા નું હોય છે.
Fermentation : આથો લાવવાની પ્રક્રિયા , આ પ્રક્રિયા નો ઉપયોગ બ્રેડ ,ખમણ ,ઢોકળા બનાવવા માટે થાય છે. બજાર માં મળતી Yeast અથવા દહીં થી આથો લાવી શકાયછે .
Freezing : ફ્રીજર સેફ પાત્ર માં પેક કરીને કેટલાંક શાકભાજી તથા ફળોને ફ્રીજરમાં લાંબા સમય સુધી સાચવી શકાય છે. આ પ્રક્રિયા ને Freezing કહેવાય છે.
Stir Frying : તળવા ની વસ્તુ અડધી કે થોડી ઘણી તેલ માં ડુબેલી રહે તે રીતે તળવા ની રીત STIR FRYING ને કહેવાય છે, આ રીત માં સતત હલાવ્યા કરવા નું હોય છે. આ રીતમાં DEEP FRYING કરતા ઓછું તેલ વપરાય છે .
Sautéing : આ ફ્રેન્ચ શબ્દ છે, જેનો અર્થ છે સાંતળવું , આ રીત માં STIR FRYING કરતા પણ ઓછું તેલ લઇ ને સાંતળવા નું હોય છે, વઘાર માટે જે રીતે કરીએ તે રીતે સાવ ઓછા તેલમાં આ પ્રક્રિયા કરવા ની હોય છે.
Microwaving : માઇક્રોવેવ માં રસોઈ તૈયાર કરવાની રીત ને Microwaving કહેવાય છે.
Convection : માઇક્રોવેવ અથવા સાદા ઓવન માં ચારે બાજુ થી એક સમાન ગરમી મળે તે રીતે ખોરાક તૈયાર કરવા ની પ્રક્રિયા. આ માટે માઇક્રોવેવ માં કન્વેકશન મોડ આપેલ હોય છે . કેક અને બિસ્કીટ જેવી વાનગીઓ આ પ્રક્રિયા થી બનાવવા માં આવે છે.
Poaching : નીચા તાપમાને પાણી ગરમ કરી ને તેમાં ખોરાક પકવવા ની રીત ને POACHING કહેવાય છે.
Salting : ખાદ્ય પદાર્થ ને મીઠા ના ઢગલા વચ્ચે દબાવી ને રાખવા ની પ્રક્રિયા કે જેના લીધે ખાદ્ય પદાર્થો લાંબા સમય સુધી બગડ્યા વગર જાળવી શકાય , મીઠાના ઢગલા ના બદલે મીઠાના પાણીમાં ડુબાડી રાખીને પણ SALTING કરાય છે જેમાં ખાદ્ય પદાર્થ થોડો ખારો સ્વાદ ધારણ કરી લે છે.
Simmering : પાણી ગરમ કરી ને ઉકાળવા થી થોડું ઓછું તાપમાન રાખી ને સતત ધીમા તાપમાને ખોરાક પકવવા ની રીત .
Scalding : જાડા તળીયા વાળા વાસણ માં ગરમ કરી ને દુધ ને ઘટ્ટ બનાવવા ની પ્રક્રિયા .Smoking : દેશી ચુલામાં અથવા લાકડા ના તાપણામાં ધુમાડા વચ્ચે ખોરાક પકવવા ની પ્રક્રિયા.
Steaming : વરાળ વડે ખોરાક પકવવાની પ્રક્રિયા, જેમ કે ઢોકળા કે ઈડલી બનાવવા ની પ્રક્રિયા .
Tempering : વઘાર કરવો અથવા તેલ માં રાઈ , જીરું જેવા મસાલા શેકી ને બીજી વાનગી માં ઉમેરવા .
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો