ફાડા લાપસી : ફાડા લાપસી એ ગુજરાતમાં મહેમાનોને પીરસવામાં આવતી ગરમાગરમ સ્વાદિષ્ટ મીઠાઈ છે, જો કે આ લાપસી ઠંડી ખાઈએ તો પણ એટલી જ ટેસ્ટી લાગે છે, ફાડા લાપસી ઘઉંના ફાડા માંથી બનતી હોવાથી તેમાં ખુબ માત્રામાં ફાઈબર ( રેસા ) હોય છે અને લોહતત્વ પણ હોય છે
સામગ્રી : 4 થી 5 વ્યક્તિઓ માટે
ઘઉંના ફાડા - 1 કપ
ગોળ - 1 કપ
ઘી - 4 થી 5 ચમચી
પાણી - 2 કપ
કાજુ - 5, 6 નંગ કટ કરેલ
બદામ - 5, 6 નંગ કટ કરેલ
કિસમિસ - 15 થી 20 નંગ
રીત : સૌ પહેલા એક પાનમાં અથવા કુકરમાં ઘી ગરમ કરવું, હવે તેમાં ઘઉંના ફાડા શેકવા, ફાડા ગોલ્ડન બ્રાઉન કલરનાં થાય અને સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકવા, પછી તેમાં પાણી અને ડ્રાય ફ્રુટ ઉમેરવા , પાન બંધ કરવું, દસેક મિનીટ મધ્યમ તાપમાં ફાડા બાફવા પછી તેને ચેક કરવા જો પાણી દેખાય તો ફરી બે,ત્રણ મિનીટ બાફવા, જો કુકુરમાં ફાડા બાફ્વાના હોય તો ત્રણ સીટી થાય ત્યાં સુધી બાફવા, હવે તેમાં ગોળ ઉમેરી, લાપસી હલાવી એકાદ મિનીટ ધીમા તાપે લાપસીમાં ગોળ ઓગળે ત્યાં સુધી રાખો ,ગરમાગરમ લાપસી તૈયાર.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો