દાલ મખની :-
સામગ્રી :-
આખા અડદ - 1/2 કપ
રાજમાં - 2 ચમચા
દેશી ઘી - 1 ચમચી
માખણ - 2 ચમચી વઘારમાં અને 1 ચમચો ગાર્નીસ કરવા
મલાઈ - 1/2 કપ
ડુંગળી - 2 નંગ ઝીણી સમારેલ
ટમેટા - 2 નંગ પ્યુરી કરવી
મીઠું - સ્વાદાનુસાર
જીરું - 1 ચમચી
ગરમ મસાલો - 1/4 ચમચી
લાલમરચું - 1/2 ચમચી
લસણ - 10 કળી પેસ્ટ કરવી
આદુ - 1 નાનો ટુકડો ઝીણો સમારેલ
કોથમીર - 1 ચમચો ઝીણી સમારેલ
રીત :-
સૌ પહેલા રાજમાં અને આખા અડદને આખી રાત પાણીમાં પલાળવા, બનાવતી વખતે તેનું પાણી દુર કરી તેને કુકરમાં બે કપ પાણી અને ચપટી સોડા નાખી ત્રણ સીટી કરી બાફી લેવા, હવે આ બાફેલ કઠોળનું પાણી અલગ કરી તેને મૂકી રાખવું, હવે એક વાસણમાં ઘી ગરમ કરવું, તેમાં 2 ચમચી માખણ ઉમેરવું, તેમાં જીરું નાખી શેકવું, ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ, સમારેલ આદુ અને સમારેલ ડુંગળી સાંતળવી,મીઠું નાખવું, ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યારે તેમાં ટમેટાની પ્યુરી ઉમેરવી, બે મિનીટ પકાવવું, ત્યારબાદ તેમાં
બાફેલ અડદ અને રાજમાં અને તેનું અલગ મુકેલ પાણી માંથી એક કપ પાણી ઉમેરવું, મલાઈ પણ ઉમેરી દેવી, આ બધું સારી રીતે હલાવી તેમાં લાલમરચું અને ગરમ મસાલો નાખવો, હવે તેનો ઘટ્ટ રસો થાય એટલે ગેસ બંધ કરી, તેને માખણ અને કોથમીરથી ગાર્નીસ કરવું, ટેસ્ટી પંજાબી દાલ મખની તૈયાર।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો