ગુજરાતી દાળ :-
સામગ્રી :-
તુવેર દાળ - 1 કપ
તેલ - 2 ચમચા
રાઈ - 1/2 ચમચી
જીરું - 1/2 ચમચી
હિંગ - 1 ચપટી
મીઠો લીંબડો - 4 થી 5 પાન
તમાલપત્ર - 2 પાન
લવિંગ - 2 નંગ
તજ - નાનો ટુકડો
આદુ - નાનો ટુકડો છીણી લેવો
લીલા મરચા - 2 નંગ સમારવા
સુકું લાલ મરચું - 1 નંગ
ટમેટા - 2 નંગ સમારવા
કોકમ - 3 નંગ
લીંબુ - જરૂર મુજબ
કાચા સિંગદાણા - 1/4 કપ
કોથમીર - 1/2 ઝુળી સમારવી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4 ચમચી
ધાણા પાઉડર - 1 ચમચી
લાલ મરચું - 1 ચપટી
ગરમ મસાલો - 1/4 ચમચી
ગોળ - 2 ચમચી
રીત :-
સૌ પ્રથમ તુવેર દાળને સારી રીતે ધોઈ અડધો કલાક પલાળવી, ત્યારબાદ તેનું પાણી દુર કરી, તેને કુકરમાં લઇ 4 કપ પાણી, કાચા સીંગદાણા અને થોડું મીઠું નાખવું, હવે ચાર સીટી વગાડી દાળ બાફી લેવી, હવે કુકરની વરાળ નીકળવા દેવી, ત્યારબાદ તેને ખોલી દાળમાં થોડું પાણી, માપનું મીઠું અને હળદર નાખી જેરી લેવી [બ્લેન્ડ કરી લેવી ] હવે દાળનો વઘાર કરવા માટે વઘારીયામાં તેલ ગરમ કરવું, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખવું, તે તેતડે એટલે તજ, લવિંગ, હિંગ, કોકમ, સુકું લાલ મરચું અને તમાલ પત્ર નાખવા તેને હલાવી તેમાસમારેલ લીલા મરચા, લીમડાના પાન અને સમારેલ ટમેટા નાખવા, બે મિનીટ પકાવી આ વઘારને દાળમાંનાખવો, હવે દાળમાં ગોળ, ધાણા પાઉડર, લાલમરચું અને ગરમ મસાલો ઉમેરી તેને હલાવવી, પાંચેક મિનીટ દાળને મધ્યમ તાપમાન પર ઉકાળી ગેસ બંધ કરવો,તેમાં સમારેલ કોથમીર નાખવી, અને ઈચ્છા મુજબના લીંબુની ફાડ કરી ભાત, સૂકીભાજી, રોટલી,પાપડ, અથાણું અને છાશ સાથે સર્વ કરવી, તો તૈયાર છે ટેસ્ટી ગુજરાતી દાળ.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો