કોકોનટ બરફી :-
સામગ્રી :-
કોપરાનું છીણ [ સૂકું અથવા તાજુ ] - 1, 1/2 કપ
દૂધ - 1 કપ
ખાંડ - 1/2 કપ
ઈલાયચી પાઉડર - 1 ચપટી
ઘી - 1/2 ચમચી
રીત :-
સૌ પ્રથમ એક વાસણ ગેસ પર ગરમ કરવું, તેમાં 1/2 ચમચી ઘી નાખવું, કોપરાનું તાજું છીણ નાખી તેને એક મિનીટ સાંતળવુ, હવે તેમાં દૂધ ઉમેરવું અને સતત હલાવતા જઈઘટ્ટ કરવું, હવે દૂધ થોડું ઘટ્ટ થાય કે ગેસ ધીમો કરી હલાવવું, દૂધ એકદમ ઘટ્ટ થઇ જામવા જેવું લાગે એટલે ગેસ બંધ કરવો ઈલાયચી પાઉડર નાખી, તેને ઘી લગાવેલ ડીશમાં પાથરી દેવું, તેના પર કાજૂ અથવા બદામ લગાવી શકાય, હવે આ બરફીને ફ્રીઝમાં એક કલાક રાખીને ચોરસ આકારમાં કટ કરવી।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો