રવા ઢોસા :-
સામગ્રી :-
બારીક રવો - 1/2 કપ
મેંદો - 1/4 કપ
ચોખાનો લોટ - 1/4 કપ
મીઠું - સ્વાદાનુસાર
જીરું - 1/2 ચમચી
હિંગ - 1 ચપટી
સમારેલ કોથમીર - 2 ચમચી
સમારેલ મરચા - 1 ચમચી અથવા સ્વાદાનુસાર
તેલ - 2 ચમચા જેટલું
પાણી - 2 કપ જેટલું
રીત :-
સૌ પ્રથમ એક વાસણમાં બારીક રવો, મેંદો, ચોખાનો લોટ, મીઠું, જીરું, હિંગ બધું મિક્સ કરવું, હવે તેમાં ધીમે ધીમે પાણી નાખતા જઈ ગઠ્ઠા ના રહે એ રીતે હલાવતા જઈ પાતળું છાસ જેવું ખીરું તૈયાર કરવું, તેને અડધો કલાક ઢાંકીને રાખવું જેથી કરી રવો પાણી શોષી શકે, અડધા કલાક બાદ ખીરામાં સમારેલ મરચા અને કોથમીર ઉમેરવી, હવે ઢોસા તૈયાર કરવા એક ઢોસા બનાવવા માટેનો ફ્લેટ નોનસ્ટીક તવો મધ્યમ તાપમાં ગરમ કરવો, તેમાં થોડું પાણી છાંટી કોટનના કપડા વડે તવો લુછી લેવો ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું તેલ ફેલાવવું, હવે ચમચા વડે ખીરાને ચારે તરફ ફેલાય તેમ રેડવું તેવી રીતે જ ઢોસાને ગોળ અથવા ચોરસ આકાર આપવો, ખીરુ ઘટ્ટ ના હોવાથી આ ઢોસાને સહેલાઈથી આકાર આપી શકાય છે, હવે ઢોસાની નીચેની બાજુ બ્રાઉન કલરની થવા લાગે અને તવીથા વડે સહેલાઇથી ઉખડે એટલે સાઈડ બદલાવવી એક ચમચી તેલ ફેલાવી બીજી બાજુ પણ ઢોસો શેકી લેવો, તેને વાળી પ્લેટમાં લઇ લેવો, આ રીતે બધા ઢોસા બનાવી લેવા, આ ઢોસા ઓછા સમયમાં તૈયાર થઇ જાય છે, તેને નાસ્તામાં પણ લઇ શકાય, અને ડીનરમાં પણ મસાલા ઢોસા બનાવીને લઇ શકાય।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો