માઇક્રોવેવમાં ચા: [ 2 વ્યક્તિ માટે]
આમ તો ચા બનાવવી સહેલી છે, પણ ક્યારેક માઇક્રોવેવમાં ચા બનાવવાની ઈચ્છા હોય તો તેમાં પણ સારી અને ઝડપથી ચા તૈયાર થાય છે, તો આવો આજે માઇક્રોવેવમાં ચા બનાવતા શીખીશું:
સામગ્રી:
દૂધ - દોઢ કપ
પાણી - 1/2 કપ
ખાંડ - 2 ચમચી અથવા સ્વાદાનુસાર
ચા ની પત્તી [ ભૂકી] - 2 ચમચી, જો વધુ કડક કરવી હોય તો 1/2 ચમચી વધુ લેવી
આદુ - એક નાનો ટુકડો છીણી લેવો
એલચી - ઉનાળામાં આદુ ના ફાવે તો 2 એલચી ફોલીને લેવી
[ હવે તો મસાલા ચા સારી બ્રાન્ડમાં પણ મળે છે, તેમાં બધા મસાલા મિક્ષ હોય છે, જેથી આદું કે કઈ ચામાં ઉપરથી ઉમેરવાની જરૂર પડતી નથી]
રીત:-
સૌ પ્રથમ માઈક્રો સેફ વાસણ લેવું, હવે તો માઈક્રો સેફ કીટલી પણ મળે છે, [ જુઓ ઉપરનું ચિત્ર - માઈક્રો સેફ કીટલી ] તેમાં પાણી, દૂધ , ખાંડ, ચા, આદુ મિક્ષ કરી માઈક્રો ફૂલ પાવરમાં દોઢ મિનીટ આપવી ને ચામાં ઉભરો આવે તેનું ધ્યાન રાખવું, જો દોઢ મિનીટ માં પણ ઉભરો ના આવે તો અડધી મિનીટ વધારે આપવી,ઉભરો આવે કે તરત સ્ટોપ કરવું જેથી ચા ઉભરાઈ બહાર ના આવી જાય, આવી રીતે બે-ત્રણ ઉભરા લઇ લેવા, પછી તેને કપમાં ગાળી લેવી, ટેસ્ટી ચા પીવા માટે તૈયાર છે .
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો