બટાકાવડા :-
સામગ્રી :-
બટાકા - મધ્યમ કદના 6 નંગ
સમારેલ લીલા મરચા - 3 નંગ
લસણની પેસ્ટ - 1,1/2 ચમચી
છીણેલ આદુ - 1"ઇંચનો ટુકડો
લીંબુ - અડધું
ખાંડ - 1 ચમચી
સમારેલ કોથમીર - 1/2 ઝૂળી
મીઠું - સ્વાદાનુસાર
કાશ્મીરી લાલ મરચા પાઉડર- 1/2 ચમચી
હળદર - 1/4 ચમચી
ગરમ મસાલો - 1/4 ચમચી
ચણાનો લોટ - 1,1/2 કપ
ખાવાનો સોડા - 1/4 ચમચી
પાણી - જરૂર પ્રમાણે
તેલ - જરૂર પ્રમાણે
રીત :-
સૌ પ્રથમ બટાકાને બાફી લેવા, વધુ પડતા બાફવા નહી કારણકે તેનાથી મસાલો ચીકણો થઇ જશે, ત્યારબાદ તેને ફોલીને હાથ વડે મસળી લેવા, વધુ પડતા મસળવા નહિ, હવે એક વાસણમાં ચણાનો લોટ લેવો, તેમાં મીઠું નાખીને થોડું થોડું પાણી નાખતા જઈ અને હલાવતા જઈ ગઠ્ઠા ના રહે એ રીતે એકદમ ઘટ્ટ અથવા પાતળું ના રહે તેવું ખીરું તૈયાર કરવું, ત્યારબાદ તેમાં ખાવાનો સોડા નાખી ફરી ખીરું હલાવી લેવું, તેને ઢાંકી દેવું, હવે બટાકાનો મસાલો વઘારવા માટે એક વાસણમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવું, તેમાં લસણની પેસ્ટ, આદુંની છીણ, સમારેલ લીલા મરચા નાખી એકાદ મિનીટ સાંતળવા, હવે તેમાં મસળેલા બટાકાનો માવો નાખવો, તેમાં હળદર, મીઠું, લાલ મરચા પાઉડર, ગરમ મસાલો, ખાંડ અને અડધું લીંબુનો રસ ઉમેરવો, તેને હલાવી ઉપર કોથમીર ભભરાવી ગેસ બંધ કરવો, મસાલો ઠંડો થાય એટલે તેમાંથી ગોળ વડા વાળી લેવા, હવે એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરવું, તેલ થોડું ગરમ થાય એટલે તેમથી બે ચમચી તેલ ચણાના લોટના ખીરામાં ઉમેરી ખીરું હલાવી લેવું જેથી વડા કરકરા થશે, હવે તેલ માપનું ગરમ થાય એટલે તૈયાર કરેલ વડાને ખીરામાં હળવા હાથે રગદોળી, હાથ વડે અથવા ચમચી વડે વડા તેલમાં ધીમેથી નાખવા, એક સાથે કડાઈમાં સમાય તેટલા વડા નાખી શકાય, તેને જારા વડે ફેરવતા જઈ ગોલ્ડન કલરના થાય તેમ તળી લેવા, ચટણી અથવા ટોમેટો કેચપ સાથે ગરમા ગરમ પીરસવા।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો