સક્કરપારા :-
સામગ્રી :-
પાણી - 125 મિલી
તેલ - 125 મિલી + તળવા માટે
મીઠું - સ્વાદાનુસાર
ખાંડ - 1/2 કપ
મેંદો - 300 ગ્રામ
ઘી - 5 થી 6 ચમચી
રીત :-
સૌ પ્રથમ એક વાસણમાં પાણી, ખાંડ, મીઠું અને તેલ મિક્સ કરી તેને ગેસ ઉપર ગરમ કરવું, મિશ્રણ હલાવવું, ખાંડ પાણીમાં ઓગળી જાય અને પાણીમાં ઉભરો આવવા લાગે ત્યાં સુધી તેને ગરમ કરવું, ગેસ બંધ કરી આ પાણી ઠંડુ થવા દેવું, હવે એક વાસણમાં મેંદો ચાળી લેવો અને તૈયાર કરેલા પાણીને ધીમે ધીમે તેમાં નાખતા જઈ કઠણ લોટ બાંધી લેવો, આ લોટને 15 મિનીટ ઢાંકી રાખવો, ત્યારબાદ તેમાંથી નાની રોટલી વણી શકાય તેવા એકસરખા માપના લુવા તૈયાર કરી લેવા, તેમાંથી બે નાની રોટલી વણી લેવી, એક રોટલી પાટલા પર ગોઠવી ઉપર એક ચમચી ઘી લગાવી બીજી રોટલી તેની પર રાખી થોડી દબાવી ફરી વણી લેવી, હવે તેને ચપ્પુ અથવા પેસ્ટ્રીકટર વડે સક્કરપારાના આકારમાં [ ડાયમંડ શેપમાં ] કટ કરી લેવી , આ રીતે બધા સક્કરપારા તૈયાર કરવા , ત્યારબાદ એક વાસણમાં મધ્યમ તાપ પર તેલ ગરમ કરવું, તેલ થોડું ગરમ થાય એટલે સક્કરપારા ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેવા।

0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો