જીરા બિસ્કીટ:
જીરા બિસ્કીટ નાના-મોટા સૌને ભાવતા જ હોય છે, એમાં પણ તેને ચા સાથે ખાવાની તો બહુ મજા આવે છે, તો આજે આપણે જીરા બિસ્કીટ બનાવતા શીખીશું .
સામગ્રી:
મેંદો = 120 ગ્રામ
માખણ [ બટર ] = 50 ગ્રામ
ખાંડ = 50 ગ્રામ
મીઠું = 1/2 ચમચી અથવા સ્વાદ મુજબ
જીરું = 2 ચમચી અથવા સ્વાદ મુજબ
ખાવાનો સોડા [ સોડા બાય કાર્બ ] = ફક્ત 1 ચપટી
બેકિંગ પાઉડર = 1 ચમચી
પાણી = જરૂર મુજબ
બનાવવાની રીત:
સૌ પ્રથમ માખણમાં ખાંડનો પાઉડર ઉમેરી તેને ખુબ ફેટવું, ત્યાં સુધી ફેટવું કે ખાંડનો પાઉડર ઓગળીને માખણ સાથે ભળી ના જાય, હવે આ મિશ્રણમાં મેંદો, સોડા,બેકિંગ પાઉડર અને મીઠું ચાળીને નાખવું, તેમાં જીરું ઉમેરવું બધું હાથ વડે મિક્સ કરવું, અને જરૂર પડે તો જ પાણી નાખી લોટ બાંધી લેવો, હવે આ લોટમાંથી મોટો લુવો લઇ પાતળો રોટલો વણી લેવો, તેને ચપ્પુ વડે કટ કરી અથવા મનગમતા આકારના કુકી કટર વડે કટ કરી,તેમાં કાટા અથવા ચપ્પુ વડે કાપા કરી, બેકિંગ ટ્રે માં ગોઠવવા, હવે બિસ્કીટને ઓવનમાં 180 ડીગ્રી તાપમાન પર 15 મિનીટ માટે બેક કરવા, ખુબજ ટેસ્ટી બિસ્કીટ તૈયાર થઇ જશે,આ બિસ્કીટને ડબામાં ભરી લેવા .
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો