ઘી માંથી બટર (Butter) બનાવવાની રીત :
ઘી માંથી માખણ ખુબજ ઝડપથી અને બજારમાંથી મળે તેવું જ બનાવી શકાય છે, આ માખણનો અનેક વાનગી બનાવવામાં ઉપયોગ કરી શકાય છે .
સામગ્રી:
ઘી = 1 વાટકી
ખાવાનો સોડા = 1 ચપટી
મીઠું = 1 ચપટી
હળદર = 1 ચપટી
બરફના ટુકડા = 5 થી 6
બનાવવાની રીત:
સૌ પ્રથમ ઘી ને માઇક્રોવેવના ફૂલ પાવરમાં 10 સેકન્ડ માટે ઓગાળવું અથવા તડકામાં ઓગાળવું ત્યારબાદ તેમાં મીઠું,ખાવાનો સોડા, હળદર બધું જ નાખી બરફના ટુકડા ઉમેરવા અને ચમચી વડે એકદમ હલાવવું, થોડી વારમાં માખણ [ બટર ] બરફ સાથે ચોંટવા લાગશે અને પાણી છુટું પડવા લાગશે, પાણી અને બરફ કાઢી નાખવા, બટર તૈયાર થઇ જશે, હવે આ બટરને ચોરસ મોલ્ડમાં ટ્રાન્સફર કરી ફ્રીઝરમાં મૂકી દયો, બજારમાં મળતા બટર જેવો જ બટર ક્યુબ તૈયાર થઇ જશે .
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો