સેઝવાન રાઈસ :-
સામગ્રી :-
બાસમતી ચોખા - 1 કપ
ગાજર - 1 નંગ
કેપ્સીકમ - 1 નંગ
ફણસી - 50 ગ્રામ
લીલી ડુંગળી [ સ્પ્રિંગ ઓનિયન ] - 3 નંગ
લસણ - 10 થી 12 કળી
સેઝવાન સોસ - 3 ચમચી
વિનેગર - 1/2 ચમચી
ચીલી સોસ - 1/2 ચમચી
તેલ - 2 ચમચા
મીઠું - સ્વાદાનુસાર
રીત :-
સૌ પ્રથમ ચોખાને અડધો કલાક પાણીમાં પલાળી તેને દરેક દાણો છુટ્ટો રહે તે રીતે બાફી લેવા, ગાજર, કેપ્સીકમ, ફણસી અને લીલી ડુંગળીને એકસરખા માપમાં સમારી લેવા,લસણની કળી ઝીણી સમારી લેવી, હવે એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં સમારેલ ગાજર, કેપ્સીકમ, ફણસી, લસણ નાખવા, સમારેલ લીલી ડુંગળીમાંથી થોડી સજાવવા માટે અલગ રાખી બાકીની આમાં ઉમેરી દેવી તેને થોડીવાર સાંતળવા દેવું, આ બધું વધુ પડતું પકાવવું નહી, હવે તેમાં મીઠું ઉમેરવું, સેઝવાન સોસમાં થોડું મીઠું હોવાથી માપનું જ નાખવું, ત્યારબાદ તૈયાર કરેલ ભાત ઉમેરી થોડા ઉછાળીને મિક્સ કરવા, એકાદ મિનીટ ઉછાળ્યા બાદ તેમાં સેઝવાન સોસ, વિનેગર અને ચીલી સોસ ઉમેરી ફરી થોડીવાર ઉછાળીને ગેસ બંધ કરવો, એક ડીશમાં ગરમા ગરમ સેઝવાન રાઈસ લઇ, સમારેલ લીલી ડુંગળી વડે ગાર્નીશ કરી સેઝવાન રાઈસની મજા માણવી।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો