ફરસી પુરી:
ફરસી પુરી એ ગુજરાતનો એક ટેસ્ટી નાસ્તો છે, તેને એક સાથે બનાવી શકાય છે અને અઠવાડિયા સુધીં ખાવામાં લઇ શકાય છે, તો આજે આપણે ફરસી પુરી બનાવવાની રીત શીખીશું.
સામગ્રી:
મેંદો = 250 ગ્રામ
મરી = 1/2 ચમચી અધકચરા વાટેલા
જીરું = 1 ચમચી
અજમો = 1/2 ચમચી
મીઠું = જરૂરિયાત મુજબ
તેલ =જરૂરિયાત મુજબ
પાણી = જરૂરિયાત મુજબ
ઘી = જરૂરિયાત મુજબ
બનાવવાની રીત:
સૌ પ્રથમ મેંદો એક વાસણમાં ચાળી લેવો, તેમાં મીઠું, અજમો, વાટેલા મરી, જીરું ઉમેરવું ત્યારબાદ તેમાં
5 ચમચી તેલ ઉમેરીને ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ કઠણ લોટ તૈયાર કરવો , હવે આ લોટને 15 થી 20 મિનીટ ઢાંકી ને રાખવો. ત્યાર પછી તેમાંથી રોટલી બને તેવા એકસરખા લુવા તૈયાર કરવા, હવે આ લુવા માંથી રોટલી વણવી, આ રોટલી ઉપર એક ચમચી ઘી વ્યવસ્થિત રીતે લગાવવું, હવે આ રોટલીને વાળીને એક રોલ તૈયાર કરવો, આ રોલને ચપ્પુ વડે કટ કરી એકસરખા માપના પૂરી બને તેવા લુવા તૈયાર કરી લેવા. આ લુવાને હથેળી ઉપર ઉભા રાખી બીજી હથેળી વડે દબાવી દેવા, હવે પુરીઓ વણી લેવી,તેના પર ચપ્પુ વડે કાપા કરવા કે જેથી પુરી ફૂલે નહિ, પુરી તળવા માટે એક વાસણમાં ગેસ પર ધીમાં તાપે તેલ ગરમ કરવું, હવે ધીમા તાપે જ પૂરીને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લેવી, આવી રીતે બધી પૂરી તળી, તેને ઠંડી કરી,એક હવાચુસ્ત ડબામાં ભરી દેવી.
આ રેસીપી નો વિડીયો જોવા માટે અહી ક્લીક કરો http://www.youtube.com/watch?v=qpEGu0beGsI
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો