અવિયલ [કેરાલા] :-
સામગ્રી :-
ગાજર - 2 નંગ
દુધી - 200 ગ્રામ
મોટું કાચું કેળુ - 1 નંગ
ફણસી - 10 થી 12 નંગ
સૂરણ - 1 કપ
છીણેલું તાજુ નાડીયલ - 1 કપ
લીલા મરચા - 2 નંગ
ડુંગળી - 1 નંગ
કોપરેલ તેલ - 1 ચમચો
દહીં - 1/2 કપ
મીઠું - સ્વાદપ્રમાણે
હળદર - 1/4 ચમચી
લાલ મરચું - 1/2 ચમચી
પાણી - 1/2 કપ
રીત :-
સૌ પ્રથમ સુરણ, ગાજર, દુધી, કાચું કેળું અને ફણસીને આશરે 2 ઇંચ લાંબા, પાતળા ચોરસ ટુકડામાં કાપી લો, હવે એક વાસણમાં કોપરેલ તેલ ગરમ કરવા મુકવું, તેમાં બધા સમારેલ શાક નાખી બે મિનીટ હલાવતા જઈ સાંતળવા, હવે તેમાં પાણી, હળદર અને લાલમરચું નાખી હલાવી લેવું, વાસણમાં ઢાંકણ ઢાકી શાકને ધીમાતાપે અધકચરા બાફવા, હવે નાડીયલનું તાજુ છીણ, 2 લીલા મરચાના કટકા કરી લેવા અને ડુંગળીને ઝીણી સમારી લેવી, આ ત્રણેય વસ્તુ મિક્સર જારમાં લઇ અધકચરી વાટી પેસ્ટ તૈયાર કરવી, હવે આ પેસ્ટને બાફવા મુકેલ શાકમાં ઉમેરી હલાવી લેવું, ફરી તેને ઢાંકી 2 મિનીટ પકાવવું, છેલ્લે તેમાં દહીં ઉમેરી 2 મિનીટ કુક થવા દઈ, ગેસ બંધ કરવો , કેરાલામાં તહેવાર દરમ્યાન બનતી લોકપ્રિય ટેસ્ટી અને હેલ્ધી વાનગી અવિયલ તૈયાર।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો