બાસુંદી :-
સામગ્રી :-
દૂધ - 1 લીટર
ખાંડ - 100 ગ્રામ
બદામ - 12 થી 15 નંગ
પિસ્તા - 12 થી 15 નંગ
કાજૂ - 12 થી 15 નંગ
ઈલાયચી - 5 નંગ
જાયફળનો પાઉડર - 1 ચપટી
થોડું કેસર
રીત :-
સૌ પ્રથમ બદામ, પિસ્તા અને કાજૂના નાના ટુકડા કરી લેવા, ઈલાયચી ફોલી તેનો પાઉડર કરી લેવો, હવે એક વાસણમાં ઘી લગાડી દૂધ ગરમ કરવા મૂકવું, તે તળિયામાં ચોંટે નહિ તે માટે તેને સતત હલાવ્યા કરવું, દૂધ ઉકળીને ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ ઉમેરવી, દૂધ એટલું ઘટ્ટ કરવું કે તેમાં રહેલ ક્રીમ વાસણની સાઈડમાં ચોટવા લાગે, હવે તેમાં કટ્ટ કરેલા ડ્રાયફ્રુટ નાખવા, પાંચેક મિનીટ ફરી હલાવતા જઈ દૂધ ઉકાળવું, હવે ગેસ બંધ કરી તેમાં ઈલાયચી અને જાયફળનો પાઉડર નાખવો, છેલ્લે કેસર ઉમેરવું, બાસુંદી તૈયાર, બાસુંદી ગરમ અથવા ફ્રીઝમાં ઠંડી કરેલ બન્ને રીતે ખાઈ શકાય છે, તે બહું સ્વાદિષ્ટ લાગે છે।
wow
જવાબ આપોકાઢી નાખો