આલુમટર :-
સામગ્રી :-
બટાકા - 200 ગ્રામ
વટાણા - 400 ગ્રામ
ડુંગળી - 2 નંગ
ખસખસ - 1 ચમચો
આખા ધાણા - 1 ચમચો
ઈલાયચી - 6 નંગ
મરી - 6 નંગ
બદામ - 4 નંગ
તજ - 3 નંગ
લવિંગ - 6 નંગ
તેલ - 3 ચમચા
ઘી - 1 ચમચો
ટમેટા - 150 ગ્રામ
મીઠું - સ્વાદાનુસાર
ગરમ મસાલો - 1 ચમચી
લાલ મરચું - 1 ચમચી
કોથમીર - 1/2 ઝૂડી
રીત :-
સૌ પહેલા બટાકાને છોલી તેના અંદાજે 1 ઇંચના ચોરસ ટુકડા કરવા, પછી તેને તેલ ગરમ કરી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવા, વટાણાને અલગ બાફી લેવા, ડુંગળીઅને કોથમીરને ઝીણી સમારી લેવી, હવે બદામ, તજ, લવિંગ, ખસખસ, ધાણા, મરી, ઈલાયચી વાટી સુકી પેસ્ટ તૈયાર કરવી, ટમેટાની ગ્રેવી તૈયાર કરી લેવી, ત્યારબાદ એક વાસણમાં તેલ અને ઘી ગરમ કરવા, તેમાં ડુંગળી સાંતળી લેવી, તેમાં ટમેટાની ગ્રેવી નાખી બે મિનીટ કુક કરવી, હવે તેમાં તૈયાર કરેલ સુકી પેસ્ટ ઉમેરવી, બાકીનો મસાલો ઉમેરવો, હલાવીને થોડું ઉકાળવા દેવું, પછી તેમાં વટાણા અને તળેલા બટાકાના ટુકડા અને થોડું પાણી નાખવું, રસો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરવો, કોથમીર વડે ગાર્નીશ કરવું, ટેસ્ટી પંજાબી સબ્જી આલુમટર તૈયાર।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો