ગુજરાતી કરી [ કઢી ] :-
સામગ્રી :-
ખાટુ દહીં - 1 કપ
ચણાનો લોટ - 3 ચમચા
પાણી - 2, 1/2 કપ
આદુ લીલા મરચાની પેસ્ટ - 1 ચમચી
મીઠો લીમડો - 7 થી 8 પાન
કોથમીર - 1/2 ઝૂળી, સમારી લેવી
તેલ - 2 ચમચી
ઘી - 1 ચમચી
લાલ સુકું મરચું - 1 નંગ
તજ - 1 ટુકડો
લવિંગ - 4 નંગ
મેથી દાણા - 1/4 ચમચી
રાઈ - 1/2 ચમચી
જીરું - 1/2 ચમચી
હિંગ - 1 ચપટી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1 ચપટી
ખાંડ - 1 ચમચી અથવા સ્વાદ પ્રમાણે
રીત :-
સૌ પ્રથમ એક વાસણમાં દહીં લઇ તેમાં ચણાનો લોટ , હળદર, મીઠું અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી તેને સારી રીતે હલાવી અથવા બ્લેન્ડ કરી લોટના ગઠ્ઠા દુર કરવા, હવે એક વાસણમાં તેલ અને ઘી ગરમ કરવું, તેમાં રાઈ તતડાવી જીરું અને મેથી દાણા શેકવા, હવે તેમાં લીમડાના પાન અને હિંગ નાખી હલાવી અને દહી વાળુ મિશ્રણ ઉમેરવું, પાણી નાખવું અને હલાવતા જઈ કરી ઉકાળવી, ખાંડ નાખવી આઠેક મિનીટ આ રીતે ફાસ્ટ ગેસ પર કરી હલાવતા જઈ ઉકાળવી, છેલ્લે સમારેલ કોથમીર નાખી ગેસ બંધ કરવો, ગરમા ગરમ જ ખીચડી અથવા ભાત સાથે પીરસવી। [ કરીમાં દહી ના સ્થાને ખાટી છાસ પણ વાપરી શકાય, ખાટી છાસ લેવી હોય તો 3 કપ લેવી, પાણી નાખવું નહિ.]
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો