છોલે - ચણા મસાલા :-
સામગ્રી :-
તજ લવિંગનો પાઉડર - 1/4 ચમચી
આદું મરચા લસણની પેસ્ટ - 1 ચમચી
ગરમ મસાલા પાઉડર - 1/2 ચમચી
કાશ્મીરી લાલ મરચું - 1/2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4 ચમચી
છોલે મસાલા પાઉડર - 2 ચમચી
જીરૂ - 1/2 ચમચી
લીંબુ - અડધું
તેલ - 4 ચમચી
ટમેટા - 4 નંગ
ડુંગળી - 3 નંગ
છોલે ચણા - 1 કપ
કોથમીર - ગાર્નીશિંગ માટે
રીત :-
સૌ પ્રથમ ચણાને 12 કલાક એટલે કે આખી રાત પાણીમાં પલાળવા, હવે તેમાં ચપટી સોડા નાખી અને 4 કપ પાણી ઉમેરી કુકરની ચાર સીટી વગાડી ચણા બાફી લેવા, તેનું પાણી દુર કરી નાખવું, હવે ડુંગળી અને કોથમીરને ઝીણી સમારી લેવી, ટમેટાને મિક્સરમાં પીસી તેની પ્યુરી તૈયાર કરી લેવી, ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ કરવું તેમાં જીરું શેકી લેવા, પછી તેમાં તજ લવિંગનો પાઉડર નાખી તરત જ આદુ, મરચા, લસણની પેસ્ટ ઉમેરી હલાવી લેવું, હવે તેમાં સમારેલ ડુંગળી અને મીઠું નાખવું, ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થાય પછી તેમાં ટમેટાની પ્યુરી ઉમેરવી, અને બધા મસાલા ઉમેરવા એટલે કે હળદર, ગરમ મસાલો, કાશ્મીરી લાલ મરચું, છોલે મસાલા પાઉડર ઉમેરી હલાવી લેવું, આ બધું બે મિનીટ કુક થવા દેવું, હવે તેમાં ચણા ઉમેરી ફરી બે મિનીટ કુક કરવું, હવે ગેસ બંધ કરી છોલેમાં લીંબુનો રસ ઉમેરવો અને કોથમીર વડે ગાર્નીશ કરવું, તૈયાર છે ટેસ્ટી પંજાબી છોલે મસાલા।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો