બુધવાર, 15 નવેમ્બર, 2017

ગુરુવાર, 17 માર્ચ, 2016

શાહી પનીર: Shahi paneer


શાહી પનીર:

સામગ્રી:
આદુ :1 ઈંચનો ટૂકડો છીણી લેવો ,
લસણ :8 કળી ,
ટામેટા : 2 નંગ મધ્યમ કદના ,
ડુંગળી : 2 નંગ મધ્યમ કદની,
બદામ : 5 નંગ,
કાજૂ : 10 થી 12 નંગ,
પનીર : 200 ગ્રામ,
મોટી ઈલાયચી : 2 નંગ,
નાની ઈલાયચી : 2 નંગ,
તજ : 2 નંગ,
લવિંગ : 2 નંગ,
દહીં : 1/4 કપ, ફીણી લેવું,
ફ્રેશ ક્રીમ : 2 ચમચા,
હળદર : 1/4 ચમચી,
લાલ મરચા પાઉડર : 1/2 ચમચી,
ધાણા પાઉડર : 1/2 ચમચી,
જીરું પાઉડર : 1/4 ચમચી,
ગરમ મસાલો : 1/2 ચમચી,
તેલ : 2 ચમચા,
કેસર : 6 - 7 તાતળા,
પાણી : જરૂર પ્રમાણે,

રીત :
              સૌ પ્રથમ ડુંગળી અને ટામેટાના મોટા કટકા કરી લેવા, ઈલાયચીના દાણા કાઢી લેવા, પનીરને 1 ઇંચના ચોરસ ટુકડામાં કટ કરવા, હવે એક કુકર ગરમ કરવું, તેમાં સમારેલ ડુંગળી, ટામેટા, કાજૂ, બદામ, છીણેલ આદુ અને લસણ નાખી સાંતળવા, બેએક મિનીટ સાતળી તેમાં એક ગ્લાસ પાણી ઉમેરવું, ત્યારબાદ કુકર બંધ કરી, તેમાં બે સીટી વગાડી ગેસ બંધ કરવો, કુકર ઠંડુ થાય એટલે ઢાંકડુ ખોલી પાણી અલગ કાઢી રાખી બાફેલ વસ્તુમાંથી પેસ્ટ તૈયાર કરવી, હવે એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં તજ, લવિંગ, નાની અને મોટી ઈલાયચી શેકવી, ગેસ ધીમો કરી હળદર, લાલ મરચું નાખવું, ત્યારબાદ પેસ્ટ ઉમેરવી, હવે તેમાં ધાણા પાઉડર, જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી આ વાસણને બંધ કરી બે મિનીટ ગ્રેવી  પકાવવી , ત્યારબાદ તેમાં વધેલું અલગ રાખેલ પાણી ઉમેરવું, ફરી બંધ ઢાંકણમાં બે મિનીટ પકાવવું, હવે ગેસ બંધ કરી ગ્રેવી ઠંડી કરી તેમાં દહી ઉમેરવું, ફરી ગેસ ચાલુ કરી ગ્રેવી  હલાવતા જવી , હવે ક્રીમ અને મીઠું ઉમેરવું, ત્યારબાદ તેમાં પનીર ક્યુબ ઉમેરી, હલાવીને એકાદ મિનીટ ઉકાળી ગેસ બંધ કરી કેસર વડે સજાવવું।





Share:

શનિવાર, 13 ફેબ્રુઆરી, 2016

વેલેન્ટાઈન કૂકી કેક : valentine cake


વેલેન્ટાઈન કૂકી કેક :

સામગ્રી :
મેંદો : 1 કપ ,
ઘટ્ટ દૂધ [ ફુલ ક્રીમ મિલ્ક ] : 500 મિલી,
ખાંડ : 8 ચમચી ,
ખાવાનો સોડા : 1/2 ચમચી,
બેકિંગ સોડા : 1 ચમચી,
ઘી : 1 ચમચી,
તેલ : 1 ચમચી જેટલું,
છાસ : 2 ચમચી,
કોકો પાઉડર : 1,1/2 ચમચી,
બટર : 1 કપ,
કોર્નફલોર : 2 ચમચી,
ખાંડનો પાઉડર : 3/4 કપ,
સ્ટ્રોબેરી ક્રશ : 8 થી 10 ચમચી

રીત :
              સૌ પ્રથમ દુધમાં 8 ચમચી ખાંડ નાખી તેને એક જ દિશામાં ચમચા વડે ફેરવતા જઈ ઉકાળવું, દૂધ લગભગ અડધા ભાગનું રહે એટલું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરવો, તેમાં 1 ચમચી ઘી નાખી હલાવી લેવું, હવે એક વાસણમાં મેંદો, ખાવાનો સોડા, બેકિંગ પાઉડર અને કોકો પાઉડર આ બધું મિક્સ કરી ચાળી લેવું, તેને તૈયાર કરેલ ઘટ્ટ દૂધ [ કન્ડેન્સ્ડ  મિલ્ક ] માં ધીમે ધીમે નાખતા જવું, હલાવતા જવું, ગઠ્ઠા ના રહે તેમ હલાવવું, હવે તેમાં બે ચમચી છાશ ઉમેરવી, ત્યારબાદ 2 માઇક્રોવેવ સેફ કપ લેવા, તેમાં અંદર તેલ લગાવી [ ગ્રીઝ કરી ] તૈયાર કરેલ મિશ્રણ બન્ને કપમાં અડધે સુધી રેડવું, હવે તેને માઇક્રોવેવના ફૂલ પાવરમાં અઢી મિનીટ માટે બેક કરવી, ત્યારબાદ તેમાં ચપ્પુની ધાર ખોસી ચેક કરવી, જો ચપ્પુ કોરું રહે તો કેક તૈયાર, કાચી રહે તો 30 સેકન્ડ ફરી માઈક્રો કરી લેવી, હવે બંને કેકનો કપ બહાર નીકળી ગયેલ ભાગ કાપવો અને કપ ઉંધા કરી કેક એક ડીશમાં તેને કાઢવી, એક વાસણમાં બટર લઇ તે સ્મૂથ થાય તેમ ફીણીને તેમાં ખાંડનો પાઉડર અને કોર્નફલોર નાખી ફીણી લેવું, તેને કપ કેક પર બટર નાઇફ અથવા ચપ્પુ વડે લગાડવું, કેકને કલાક ફ્રીઝમાં રાખવી, ત્યારબાદતેને  સરખા ભાગે સ્લાઈસ પડે તેમ કટ કરવી, 2 કપમાંથી 8 સ્લાઈસ થશે, હવે 4 સ્લાઈસને હાર્ટ શેપના કુકી કટર વડે કટ કરી તેના બહારના ભાગને બીજી 4 સ્લાઈસ પર ગોઠવી વચ્ચે સ્ટ્રોબેરી ક્રશ ભરવું, કલાક ફ્રીઝમાં રાખી તમારા વેલેન્ટાઈનને પીરસવી।

Share:

શુક્રવાર, 5 ફેબ્રુઆરી, 2016

ચીલી મોમોસ : CHILLY MOMOS


ચીલી મોમોસ  :

છીણેલ કોબીજ : 1 નંગ
છીણેલ ડુંગળી : 2 નંગ  + 1 નંગ મોટી ત્રિકોણ કાપવી
છીણેલ આદું : 2"ઈંચનો ટુકડો
મીઠું : સ્વાદાનુસાર
મરી પાઉડર : 1/2 ચમચી
તેલ : તળવા માટે + વઘાર માટે +મોમોઝ માટે
લસણ : 10 નંગ, કટકી કરવી
લીલા મરચા : 6 નંગ, વચ્ચેથી કાપવા
મોમો રેડ ચટણી : 12 ચમચી
લાલ મરચાની પેસ્ટ : 1 ચમચી
વિનેગર : 1/4 ચમચી
સોયા સોસ : 2 થી 3 ટીપા
ટોમેટો કેચપ : 6 ચમચી
ખાંડ : 1ચમચી
આજીનો મોટો [ એમ, એસ, જી] : 1ચપટી
સમારેલ કોથમીર : જરૂર પ્રમાણે
મેંદાનો લોટ : 200 ગ્રામ
પાણી : જરૂર પ્રમાણે

રીત
       સૌ પ્રથમ મેંદાનો લોટ બાંધવા માટે એક વાસણમાં મેંદો લઇ ,મીઠું નાખી , ધીમે ધીમે પાણી નાખતા જવું, અને લોટ ભેગો કરતા જવું, આ રીતે નરમ લોટ બાંધવો, 1 ચમચી તેલ નાખી તેને મસળી લેવો, આ લોટને અડધો કલાક ઢાંકી રાખો, હવે મોમોસ  નો મસાલો તૈયાર કરવા એક વાસણમાં છીણેલ કોબીજ, ડુંગળી અને આદુ લઇ તેને નીચોવી લઇ વધારાનું પાણી દુર કરવું, આ પાણીનો સૂપ બનાવવા ઉપયોગ કરી શકાય, ત્યારબાદ આ મસાલામાં મીઠું, મરી પાઉડર  અને 2 ચમચી તેલ મિક્સ કરવું,  હવે મેંદાના લોટના નાના લુવા તૈયાર કરવા, તેની પાતળી ગોળ પૂરી વણી તેમાં 1 ચમચી જેટલો મસાલો ભરવો, પુરીના અડધા ભાગની ચપટી પાડવી, અને અડધો ભાગ તેની સાથે દબાવી દેવો, અથવા ચાર બાજુ ભેગી કરી દબાવી ચતુષ્કોણ આકાર આપવો, બધા મોમોઝ તૈયાર કરી, તેને સ્ટીમરમાં 10 મિનીટ બાફવા, ત્યારબાદ તેલ ગરમ કરી તેમાં ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળવા, હવે એક બાઉલમાં મોમો રેડ ચટણી, લાલ મરચાની પેસ્ટ, વિનેગર, સોયાસોસ, કેચપ મિક્સ કરવું, ત્યારબાદ બે ચમચા તેલ ગરમ કરવું, તેમાં  સમારેલ લીલા મરચા અને ત્રિકોણ કાપેલ ડુંગળી સાંતળી, મીઠું, અજીનો મોટો નાખીને તેમાં બાઉલમાં તૈયાર કરેલ સોસ નાખી, ખાંડ નાખી ઉકાળીને મોમોસ ઉમેરી બે મિનીટ બાદ ગેસ બંધ કરી કોથમીર વડે ગાર્નીશ કરવા।








Share:

રવિવાર, 27 ડિસેમ્બર, 2015

બાજરીના રોટલા : Bajarina Rotla


બાજરીના રોટલા :

સામગ્રી :
બાજરીનો લોટ : 2 કપ
પાણી : 3/4 કપ
મીઠું : સ્વાદાનુસાર
ઘી : ઈચ્છા પ્રમાણે

રીત :
           સૌ પ્રથમ બાજરીના લોટને એક વાસણમાં ચાળી લેવો, હવે તેમાં મીઠું નાખીને ધીમે ધીમે પાણી નાખતા જઈને લોટ બાંધવો, હવે આ લોટને હથેળી વડે વજન આપતા જઈ પાંચેક મિનીટ મસળવો, ત્યારબાદ તેમાંથી સરખે ભાગે લુવા તૈયાર કરવા, મધ્યમ સાઈઝના ચાર લુવા તૈયાર થશે, હવે ગેસ પર માટીની તાવડી કે તવો ગરમ કરવા મુકવો, લુવાને બાજરીના લોટમાં રગદોળીને પાટલા પર રાખી એકદમ હળવે હાથે ભાખરીથી સહેજ જાડો રોટલો વેલણ વડે વણવો, ગરમ તાવડી પર મુકવો , એક બાજુ શેકાઈ એટલે તવેથા વડે રોટલો ઉખાડીને બીજી બાજુ શેકવો, ત્યારબાદ જે ભાગ કાચો હોય ત્યાજ ફેરવીને શેકી લઇ ઉતારવો, ફૂલકા રોટલી જેમ પણ રોટલાને ફુલાવી શેકી શકાય , બધા રોટલા તૈયાર કરી તેની પર ઘી લગાવી લેવું।
 


Share:

રવિવાર, 20 ડિસેમ્બર, 2015

નાન ખટાઈ - Naan khatai


નાન ખટાઈ :-

સામગ્રી :-
ઘી અથવા માખણ - 1/2 કપ
ખાંડનો પાઉડર - 1/2 કપ
મેંદો - 1/2 કપ
સુજી - 1/4 કપ
ચણાનો લોટ - 1/4 કપ
ઈલાયચી પાઉડર - 1 ચપટી [ પીંચ ]
બેકિંગ પાઉડર - 1/2 ચમચી

રીત :-
           સૌ પ્રથમ એક વાસણમાં ઘી લેવું, જો માખણ લેવું હોય તો તે મીઠા વગરનું અને રૂમ ટેમ્પરેચર પર લાવી ઉપયોગમાં લેવું, હવે તેમાં ખાંડનો પાઉડર ઉમેરી ફીણવું, આ બન્નેનો કલર ચેન્જ થઈને એકદમ પ્લફી મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી ફીણવું, હવે મેંદો, સુજી,ચણાનો લોટ અને બેકિંગ પાઉડરને મિક્સ કરી એક વાસણમાં એકથી બે વાર ચાળી લેવા, હવે તેને ફીણેલ ઘી ખાંડના મિશ્રણમાં ધીમે ધીમે નાખતા જઈ શાથે ઈલાયચી પાઉડર ઉમેરી બધું ભેગું કરી રોટલીના લોટ જેમ બાંધી લેવું, જરૂર પડે તો એક ચમચી દહીં ઉમેરવું, હવે આ લોટને હવાચુસ્ત ડબામાં ભરી 10 મિનીટ માટે રેસ્ટ આપવો, ત્યારબાદ તેને થોડો મસળી લેવો, હવે બેકિંગ ટ્રેમાં થોડું ઘી લગાવવું, [ ગ્રીઝ કરવું ] અને લોટમાંથી એક એક ચમચી જેટલા લુવા લઇ ગોળા તૈયાર કરી ટ્રેમાં છુટ્ટા ગોઠવવા જેથી નાનખટાઈ ફૂલે ત્યારે તેનો આકાર ના બદલાય, હવે ઓવનને 180 સેન્ટીગ્રેડ પર પ્રી હીટ કરી અને આ જ તાપમાન પર 15 મિનીટ માટે નાન ખટાઈ બેક કરવી। 
Share:

રવિવાર, 1 નવેમ્બર, 2015

હોટ એન્ડ સાર સૂપ - Hot and sour soup


હોટ એન્ડ સાર સૂપ :-

સામગ્રી :-
છીણેલ ડુંગળી - 1 નંગ
છીણેલ આદુ - 1 ઈંચનો ટુકડો
બારીક સમારેલ લસણની કળી - 5 થી 6 નંગ
છીણેલ કોબીજ - 1/4 નંગ
છીણેલ ગાજર - 1/2 નંગ
બારીક સમારેલ લીલી ડુંગળી - 1 નંગ
બારીક સમારેલ ફણસ - 3 નંગ
બારીક સમારેલ મશરૂમ - 1 નંગ
બારીક સમારેલ કેપ્સીકમ - 1/2 નંગ
તેલ - 2 ચમચા
કોર્નસ્ટાર્ચ - 1 ચમચો
સોયાસોસ - 2 ચમચા
રેડ અથવા ગ્રીન ચીલી સોસ - 2ચમચા
ખાંડ - 1/2 ચમચી
આજીનો મોટો - 1/4 ચમચી
વેજીટેબલ સ્ટોક અથવા પાણી - 5 કપ
વિનેગર - 2 ચમચા
સફેદ મરી પાઉડર - 1/2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર

રીત :-

         સૌ પ્રથમ એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં સમારેલ લસણ, છીણેલ આદુ અને ડુંગળી નાખી સાંતળવું, હવે તેમાં સોયાસોસ, મીઠું, આજીનો મોટો, છીણેલ ગાજર,બારીક સમારેલ લીલી ડુંગળી, ફણસ અને મશરૂમ નાખી  ત્રણ મિનીટ સાંતળવું, હવે તેમાં વેજીટેબલ સ્ટોક નાખી હલાવી, છીણેલ કોબીજ, સમારેલ કેપ્સીકમ, ખાંડ અને ચીલીસોસ નાખવો, ત્યારબાદ કોર્નસ્ટાર્ચમાં બે ચમચા જેટલું પાણી ઉમેરી હલાવી સૂપમાં નાખવું, સૂપ હલાવતા જઈને થોડીવાર ઉકાળવું, થોડો કલર ચેન્જ લાગે એટલે વિનેગર નાખી, હલાવીને ગેસ બંધ કરવો, ગરમા ગરમ હોટ એન્ડ સાર  સૂપની ની મજા માણવી।
           
Share:

શુક્રવાર, 30 ઑક્ટોબર, 2015

દહીં વડા - Dahivada


દહીં વડા :-

સામગ્રી :-
અડદની દાળ - 1 કપ
ફીણેલ ઠંડું દહીં - 2 કપ
છાશ અથવા પાણી - 2 કપ
તેલ - તળવા માટે
જીરૂં પાઉડર - 2 ચમચી
લાલ મરચા પાઉડર - 2 ચમચી
જીરૂં - 1 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
હિંગ - 1/2 ચમચી
સંચળ - સ્વાદાનુસાર
આમલી ખજુરની ચટણી - 2 ચમચા

રીત :-
               સૌ પ્રથમ અડદની દાળને ધોઈ અને ચાર કલાક પાણીમાં પલાળવી, ત્યારબાદ તેનું પાણી દુર કરી તેને મિક્સરમાં લઇ બે ચમચી જેટલું પાણી નાખી સ્મૂથ પેસ્ટ તૈયાર થાય તેમ પીસી લેવી, હવે આ પેસ્ટને એક વાસણમાં લઇ,તેમાં જીરું, મીઠું, સંચળ, હિંગ નાખી એકદમ હલાવી લેવી, હવે એક વાસણમાં તેલ લઇ તેને ધીમા તાપમાન પર ગરમ કરવું, તેલ થોડું ગરમ થાય એટલે ચમચીમાં પેસ્ટ લઇ બીજી ચમચીની મદદથી વડું તેલમાં નાખતા જવું, આ રીતે  વડા  તળવા માટે નાખવા, હવે ગેસ થોડો મધ્યમ તાપમાં કરવો, વડાને હલાવતા જઈને તેને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવા, હવે વડાને છાસમાં પાંચ થી સાત મિનીટ પલાળવા, ત્યારબાદ તેને ધીમેથી નીચોવી પીરસવાના વાટકામાં ગોઠવવા, ઠંડા દહીંમાં થોડું મીઠું નાખીને વડા પર ચમચી વડે જરૂર મુજબ રેળવું, ઉપર ખજુર આમલીની ચટણી રેળવી, ત્યારબાદ તેમાં  લાલ મરચા પાઉડર અને જીરું પાઉડર ભભરાવી પીરસવા, ટેસ્ટી દહીંવડા તૈયાર। [ દહીંવડા પીરસવામાં   લીલી ચટણી પણ નાખી શકાય ]


Share:

રવિવાર, 25 ઑક્ટોબર, 2015

મલાઈ કોફ્તા - Malai kofta

                                                  

મલાઈ કોફ્તા :-

કોફ્તા માટેની સામગ્રી ;-
પનીર - 1 કપ
માવો - 1/2 કપ
કોર્નફ્લોર - 40 ગ્રામ
કાજૂ - 8 થી 10 નંગ
કિસમિસ - 1 ચમચો
ઈલાયચી - 2 નંગ , પાઉડર કરવો
મરી પાઉડર - 2 ચપટી
મીઠું - સ્વાદાનુસાર
તેલ - તળવા માટે

વ્હાઈટ ગ્રેવી માટેની સામગ્રી :-
તેલ - 2 ચમચા
કાજૂ - 50 ગ્રામ 
મગજતરીના બી - 50 ગ્રામ
ફ્રેશ ક્રીમ - 1 કપ
દહીં - 1/2 કપ
સમારેલ કોથમીર - 2 થી 3 ચમચા
જીરું - 1/2 ચમચી
કાળા મરી - 5 થી 6 નંગ
લવિંગ - 2 નંગ
તજ - 1 ટુકડો
આદુની પેસ્ટ - 1/2 ચમચી
સમારેલ લીલા મરચા - 2 નંગ
ધાણા પાઉડર - 1/2 ચમચી
મીઠું -સ્વાદાનુસાર
લાલ મરચા પાઉડર - 1 ચમચી
બટર - 1 ચમચી

રીત :-
         સૌ પ્રથમ 50 ગ્રામ  કાજુ અને 50 ગ્રામ મગજતરીના બીને બે કલાક પાણીમાં પલાળી તેની પેસ્ટ તૈયાર કરી લેવી, હવે પનીર અને માવાને એક વાસણમાં છીણી લેવું, તેમાં અડધો કોર્નફલોર નાખીને તેને એકદમ મસળવું, હવે તેમાં મીઠું અને મરી પાઉડર નાખી તેને લોટની જેમ બાંધી લેવું, હવે કોફતા માં ભરવા માટે કાજુના ટુકડા કરી તેમાં કિસમિસ અને ઈલાયચી પાઉડર નાખવા, હવે બાંધેલ લોટમાંથી નાના લીંબુ જેટલો લુવો લઇ તેને ગોળ આકાર આપી તેમાં ખાડો કરી કાજૂ - કિસમિસ વાળો થોડો મસાલો ભરી કોફ્તું બંધ કરી,ગોળ કરીને કોર્નફલોરમાં રગદોળી લેવું, બધા કોફતા તૈયાર કરી તેને ધીમા તાપે તેલ ડૂબ નાખી ગોલ્ડન કલરના તળવા, તળતી વખતે કોફતાને બહુ હલાવવા નહી તેની ઉપર ગરમ તેલ રેડતા જઈ તળવા, હવે કોફતા વઘારવા માટે વ્હાઈટ ગ્રેવી તૈયાર કરવી આ માટે એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં જીરું શેકવું, મરી, તજ અને લવિંગને અધકચરા વાટીને વઘારમાં નાખી શેકવા, હવે આદુની પેસ્ટ અને સમારેલ લીલા મરચા નાખી હલાવી કાજૂ-મગજતરી ની તૈયાર કરેલ પેસ્ટ નાખવી તેને હલાવતા જઈ બે ત્રણ મિનીટ પકાવવી, તેલ ઉપર દેખાય એટલે ફ્રેશ ક્રીમ નાખી હલાવતા જવું તે થોડું પકાવી તેમાં દહી હલાવીને નાખવું, હલાવતા જવું જેથી ક્રીમ ફાંટે નહી, હવે ધાણા પાઉડર, લાલ મરચા પાઉડર અને થોડું પાણી નાખી ગ્રેવી હલાવતા જવી ગ્રેવી ઉપર તેલ દેખાય એટલે તેમાં મીઠું, ખાંડ,બટર  અને થોડી કોથમીર નાખી તેને ધીમા તાપે બે મિનીટ હલાવી ગેસ બંધ કરવો, હવે પીરસતી વખતે જ ગ્રેવીમાં કોફતા ઉમેરવા, નાન કે પરોઠા સાથે પીરસવા।
Share:

બુધવાર, 7 ઑક્ટોબર, 2015

દાળ ઢોકળી Dal dhokari


દાળ ઢોકળી :-

ઢોકળી માટેની સામગ્રી :-
ઘઉંનો લોટ - 1/2 કપ
ચણાનો લોટ - 1 ચમચો
તેલ - 1 ચમચો
અજમો - 1/4 ચમચી
હળદર - 1/4 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
લાલ મરચા પાઉડર - 1/2 ચમચી

દાળ માટેની સામગ્રી :-
તુવેર દાળ - 1/2 કપ
કાચા સિંગદાણા - 2 ચમચા
પાણી - 2 કપ દાળ બાફવા + 4 કપ દાળ વઘારવા 
બાકીની સામગ્રી ગુજરાતી દાળની લેવી
[ ગુજરાતી દાળની રેસીપી મુકેલ છે ]

રીત :-
        સૌ પ્રથમ તુવેરદાળને ધોઈ અને અડધો કલાક પલાળવી, ત્યારબાદ તેનું પાણી દુર કરી તેને કુકરમાં લઇ તેમાં 2 કપ પાણી ,મીઠું, બે ચમચા કાચા સિંગદાણા નાખીને ત્રણ સીટી કરવી, હવા નેચરલી નીકળવા દેવી, હવે ઢોકળીનો લોટ બાંધવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, અજમો, મીઠું, હળદર, લાલ મરચા પાઉડર અને તેલ આ બધું લઇ થોડા પાણી વડે કઠણ લોટ બાંધવો, તેને ઢાંકીને રાખવો, હવે દાળને બ્લેન્ડ કરી તેમાં 4 કપ પાણી નાખી તેને વધારવી, દાળ થોડી ઉકળે એટલે ગેસ ધીમો કરી, ઢોકળીના લોટમાંથી લુવા કરી, તેની પર તેલ લગાવી પાતળી રોટલી તૈયાર કરવી, તેમાંથી ડાયમંડ શેપ ઢોકળી કટ કરી, તેને દાળમાં નાખવી, તેને ઉકાળીને પાકવા દેવી, થોડા સમયે હલાવવી, આ રીતે 20 થી 25 મિનીટમાં ઢોકળી પાકી જશે એટલે ગેસ બંધ કરી લીંબુનો રસ નાખવો, તેને સમારેલ કોથમીર અને ઉપર થોડું તેલ કે ઘી રેળી ભાત સાથે પીરસવી।  તે ખુબજ ટેસ્ટી લાગે છે.





Share:

સોમવાર, 5 ઑક્ટોબર, 2015

ગુજરાતી કરી - Gujarati curry


ગુજરાતી કરી [ કઢી ] :-

સામગ્રી :-
ખાટુ દહીં - 1 કપ
ચણાનો લોટ - 3 ચમચા
પાણી - 2, 1/2 કપ
આદુ લીલા મરચાની પેસ્ટ - 1 ચમચી
મીઠો લીમડો - 7 થી  8 પાન
કોથમીર - 1/2 ઝૂળી, સમારી લેવી
તેલ - 2 ચમચી
ઘી - 1 ચમચી
લાલ સુકું મરચું - 1 નંગ
તજ - 1 ટુકડો
લવિંગ - 4 નંગ
મેથી દાણા - 1/4 ચમચી
રાઈ - 1/2 ચમચી
જીરું - 1/2 ચમચી
હિંગ - 1 ચપટી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1 ચપટી
ખાંડ - 1 ચમચી અથવા સ્વાદ પ્રમાણે

રીત :-
          સૌ પ્રથમ એક વાસણમાં દહીં લઇ તેમાં ચણાનો લોટ , હળદર, મીઠું અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી તેને સારી રીતે હલાવી અથવા બ્લેન્ડ કરી લોટના ગઠ્ઠા દુર કરવા, હવે એક વાસણમાં તેલ અને ઘી ગરમ કરવું, તેમાં રાઈ તતડાવી જીરું અને મેથી દાણા શેકવા, હવે તેમાં લીમડાના પાન અને હિંગ નાખી હલાવી અને દહી વાળુ મિશ્રણ ઉમેરવું, પાણી નાખવું અને હલાવતા જઈ કરી ઉકાળવી, ખાંડ નાખવી આઠેક મિનીટ આ રીતે ફાસ્ટ ગેસ પર કરી હલાવતા જઈ ઉકાળવી, છેલ્લે સમારેલ કોથમીર નાખી ગેસ બંધ કરવો, ગરમા ગરમ જ ખીચડી અથવા ભાત સાથે પીરસવી।  [ કરીમાં દહી ના સ્થાને ખાટી છાસ પણ વાપરી શકાય, ખાટી છાસ લેવી હોય તો 3 કપ લેવી, પાણી નાખવું નહિ.]
       




Share:

શનિવાર, 3 ઑક્ટોબર, 2015

ઉત્તપમ - Uttapam


ઉત્તપમ :-

સામગ્રી :-
ઢોસાનું ખીરૂ - 500 ગ્રામ
ટમેટા - 2 નંગ , મધ્યમ
ડુંગળી - 2 નંગ , મધ્યમ
તેલ - જરૂર પ્રમાણે
કોથમીર - 1/2 ઝૂળી
ગરમ મસાલો - 2 ચમચી
મીઠું - જરૂર પ્રમાણે

રીત :-
       સૌ પ્રથમ ડુંગળી, ટમેટા અને કોથમીરને ઝીણા સમારી લેવા, ત્યારબાદ ઢોસાનું ખીરૂમાં મીઠું ઉમેરી હલાવી લેવું, હવે એક નોનસ્ટીક તવો ધીમા તાપે ગરમ કરવો, સહેજ તેલ લગાવી ખીરું નાખીને બહુ પાતળો ના રહે તેમ આશરે છએક ઇંચ જેટલો ઉત્તપમ ફેલાવવો, ત્યારબાદ તેની પર સમારેલ ટમેટા, ડુંગળી અને કોથમીરને ઈચ્છા મુજબ ભભરાવવા, બે ચપટી જેટલો ગરમ મસાલો છાંટવો, તેની પર સહેજ દબાણ આપવું, હવે ગેસ થોડો ફાસ્ટ કરવો, ઉપર થોડું તેલ નાખવું, ગોલ્ડન કલરનો થાય એટલે બીજી બાજુ ફેરવવો, તેને પણ ગોલ્ડન કલરનો શેકવો, બીજો ઉત્તપમ ફેલાવતા પહેલા ગેસ ધીમો કરી, તવા પર  પાણી છાંટી, કપડું ફેરવી થોડો ઠંડો કરવો, આ રીતે બધા ઉત્તપમ બનાવવા, તેને ચટણી, સાંભર કે ટોમેટો કેચપ સાથે પણ પીરસી શકાય।
Share:

શુક્રવાર, 2 ઑક્ટોબર, 2015

ફૂલવડી - Fulvadi


ફૂલવડી :-

સામગ્રી :-
ચણાનો જાડો [ કરકરો ] લોટ - 100 ગ્રામ
દહીં - 50 ગ્રામ
આખા ધાણા - 1/2 ચમચી
આખા મરી - 10 નંગ
વરીયાળી - 1/2 ચમચી
તલ - 1/2 ચમચી
તેલ - 3 ચમચા + તળવા માટે
ખાંડ - 2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 2 ચપટી
લાલ મરચા પાઉડર - 1 ચમચી
ગરમ મસાલો - 1/2 ચમચી
ખાવાનો સોડા - 1 ચપટી

રીત :-
     સૌ પ્રથમ ફૂલવડીનો લોટ બાંધવો, આ માટે એક વાસણમાં ચણાનો જાડો લોટ, મીઠું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ખાંડ, આખા ધાણા, આખા મરી, વરીયાળી, તલ, ખાવાનો સોડા અને  તેલ લેવું , હવે આ બધું સારી રીતે મિક્સ કરી દહીં વડે લોટ બાંધવો, તેને બે કલાક માટે ઢાંકીને રાખી દેવો, ત્યારબાદ ફૂલવડી તળવા માટે તેલ ગરમ કરવું, તેલ થોડું ગરમ થાય એટલે બાંધેલ લોટમાં બે ચમચી ઉમેરી લોટ મસળવો, હવે મોટા કાણાવાળો એક જારો લઇ તેની પર તેલ લગાડવું, જેથી લોટ જારાને બહુ ચોંટે નહી, હવે લોટ જારા પર લઇ, તેને અંદર થી બહાર તરફ ઘસવો, જેથી તેલમાં ફૂલવડી પડતી જશે, તેને ગોલ્ડન બ્રાઉન તળી લેવી, આ ફૂલવડીને તીખા, મીઠા દહીં સાથે ખાઈ શકાય, નાસ્તા તરીકે પણ ખાઈ શકાય, તે ખુબ સ્વાદિષ્ટ લાગે છે.


Share:

ગુરુવાર, 1 ઑક્ટોબર, 2015

રગડા - Ragdo


રગડા :-

સામગ્રી :-
સૂકા વટાણા - 1 કપ
ડુંગળી - 2 નંગ
ટમેટા - 3 થી 4 નંગ
લીલું મરચું - 1 નંગ
કોથમીર - 1/2 ઝૂળી
આદુ લસણની પેસ્ટ - 1 ચમચી
તેલ - 3 થી 4 ચમચા
મીઠું - સ્વાદાનુસાર
લાલ મરચા પાઉડર - 1 ચમચી
હળદર - 1/2 ચમચી
ગરમ મસાલા - 1/2 ચમચી

રીત :-
            સૌ પ્રથમ સૂકા વટાણાને ધોઈ અને આખી રાત પલાળવા, ત્યારબાદ તેમાં મીઠું, ચપટી હળદર અને જરૂર પ્રમાણે પાણી નાખી કુકરમાં બાફવા,  ડુંગળી, લીલું મરચું, કોથમીર અને ટમેટાને ઝીણા સમારી લેવા, ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં આદુ લસણની પેસ્ટ નાખવી, તેને હલાવીને સમારેલ ડુંગળી નાખવી, તેમાં મીઠું, લાલ મરચા પાઉડર, ગરમ મસાલો, હળદર આ બધા મસાલા ઉમેરી ડુંગળી સાથે જ હલાવતા જઈ ડુંગળી સાંતળવી, હવે તેમાં સમારેલ મરચા અને ટમેટા ઉમેરવા, તેને હલાવતા જઈ બે મિનીટ પકાવવા, ત્યારબાદ તેમાં બાફેલ વટાણા અને થોડો ઘટ્ટ રસો રહે તેટલું પાણી ઉમેરવું, વાસણ ઢાંકીને બે થી ત્રણ મિનીટ પકાવવું, ત્યારબાદ ગેસ બંધ કરી સમારેલ કોથમીર વડે ગાર્નીશ કરવું, રગડો તૈયાર, તેને ગરમા ગરમ જ પેટીસ સાથે અથવા પાઉં કે રોટલી સાથે પીરસવો।
Share:

બુધવાર, 30 સપ્ટેમ્બર, 2015

હાંડવો - Handwo


હાંડવો :-

સામગ્રી :-

ચોખા - 1/2 કપ
ચણાની દાળ - 1/4 કપ
મગની પીળી [yellow] દાળ - 1/4 કપ
અડદની દાળ - 1/4 કપ
છીણેલ ગાજર - 1/2 કપ
છીણેલ દુધી - 1 કપ
છીણેલ કોબીજ - 1/2 કપ
દહીં - 1/2 કપ
સમારેલ કોથમીર - 2 ચમચા
બેકિંગ સોડા - 3/4 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
ખાંડ - 1 ચમચી
હળદર - 1/4 ચમચી
લાલ મરચા પાઉડર - 1/2 ચમચી
લીલા મરચા - 2 નંગ, ઝીણા સમારી લેવા
આદુ - 1 ઈંચનો ટુકડો, છીણી લેવો
લીંબુનો રસ - 2 ચમચી
તેલ - 4 ચમચા
મીઠો લીમડો - 8 થી 10 પાન
તલ - 2 ચમચી
રાઈ - 1 ચમચી
જીરું - 1 ચમચી
હિંગ - 1 થી 2 ચપટી

રીત :-
        સૌ પ્રથમ બધી દાળને સારી રીતે ધોઈ અને ચાર થી પાંચ કલાક માટે અલગ અલગ પલાળવી,  ત્યારબાદ તેનું પાણી દુર કરી બધી દાળને મિક્સરમાં થોડી કરકરી રહે તેમ પીસી લેવી, બધી દાળ સારી રીતે હલાવીને મિક્સ કરવી, હવે તેમાં છીણેલ ગાજર, દુધી અને કોબીજ ઉમેરી ચમચા વડે મિક્સ કરવું, ત્યારબાદ તેમાં,દહી, મીઠું, હળદર, લાલ મરચા પાઉડર, સમારેલ કોથમીર, છીણેલ આદુ અને લીંબુનો રસ નાખી ફરી હલાવી લેવું, હવે હાંડવાનો વઘાર તૈયાર કરવો, આ માટે એક વાસણમાં તેલ ગરમ કરવું તેમાં રાઈ નાખવી, રાઈ તતડે એટલે જીરું નાખી શેકવું, તલ નાખી તતડાવવા, સમારેલ લીલા મરચા અને મીઠો લીમડો નાખવો, છેલ્લે હિંગ નાખી ગેસ બંધ કરવો, હવે એક કેક બેક કરવાનું વાસણ અથવા ઓવનમાં ચાલે તેવું કોઈ પણ
મોટું, ઊંડું અને ગોળ વાસણને ચારે બાજુ એ તેલ લગાડવું [ ગ્રીઝ કરવું ], હવે તૈયાર કરેલ વઘાર માંથી અડધો વઘાર આ ગ્રીઝ કરેલ વાસણમાં રેળવો, ત્યારબાદ દાળ વાળા મિશ્રણમાં બેકિંગ સોડા નાખી તેને વ્યવસ્થિત મિક્સ કરી ગ્રીઝ કરેલ વાસણમાં રેળવો, હવે બાકીનો વઘાર ઉપર ચમચી વડે રેળી દેવો, ત્યારબાદ ઓવનને 200  ડીગ્રી સેન્ટીગ્રેડ પર પ્રી હિટ કરવું, તેજ તાપમાન પર 15 મિનીટ માટે હાંડવો બેક કરવો, હવે તેને ચપ્પુ વડે ચેક કરવો, જો ચપ્પુ કોરું બહાર ના આવે તો ફરી એજ તાપમાન પર 5 મિનીટ માટે બેક કરવો, આ રીતે હાંડવો ગેસ પર એક પાનમાં પણ બનાવી શકાય, હાંડવો તૈયાર।




Share:

શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2015

રાજમા - Rajma.


રાજમા :-

સામગ્રી :-
રાજમા - 125 ગ્રામ
તેલ - 2 ચમચા
તમાલપત્ર - 2 નંગ
મોટી ઈલાયચી - 3 નંગ
ડુંગળી - 4 નંગ, મધ્યમ કદની
લીલા મરચા - 1 નંગ
લસણની પેસ્ટ - 1/2 ચમચો
આદુની પેસ્ટ - 1/2 ચમચો
ટમેટા - 3 નંગ, મધ્યમ કદના
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4 ચમચી
ધાણા પાઉડર - 1 ચમચી
કાશ્મીરી લાલ મરચા પાઉડર - 1/4 ચમચી
જીરું પાઉડર - 1/2 ચમચી
ગરમ મસાલો - 1/2 ચમચી
રાજમાં મસાલા પાઉડર - 2 ચમચી
કસૂરી મેથી - 1 ચમચો

રીત :-
              સૌ પ્રથમ રાજમાને ધોઈ અને આખી રાત પલાળવા, ત્યારબાદ તેને બાફી લેવા, તેનું પાણી રાખી મુકવું, ડુંગળીને ઝીણી સમારી લેવી, ટમેટાની પ્યુરી તૈયાર કરવી, લીલા મરચા સમારી લેવા, હવે એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં તમાલપત્ર અને મોટી ઈલાયચીને આખી નાખવી, તેને એકાદ મિનીટ શેકવું,  ત્યારબાદ તેમાં સમારેલ ડુંગળી નાખી સાંતળવી,સમારેલ  લીલા મરચા,આદુઅને લસણની પેસ્ટ ઉમેરવી તેને થોડીવાર સાંતળવા દેવા , હવે ટમેટાની પ્યુરી ઉમેરી, મીઠું, હળદર, ધાણા પાઉડર, ગરમ મસાલો, જીરું પાઉડર, લાલ મરચા પાઉડર, રાજમા પાઉડર આ બધા જ મસાલા નાખવા, ટમેટાની પ્યુરીને બે મિનીટ હલાવીને પકાવવી, એટલે મસાલાનો ટેસ્ટ તેની સાથે યોગ્ય રીતે મળી જશે, હવે તેમાં બાફેલ રાજમા પાણી સાથે જ ઉમેરી દેવા અને કસૂરી મેથી નાખી હલાવીને ઢાંકણ ઢાંકી 15 મિનીટ માટે આ બધું ધીમા તાપે પકાવવું,  જરૂર પડે તો થોડું પાણી નાખી શકાય, ત્યારબાદ ગેસ બંધ કરવો, રાજમાને ગરમા ગરમ નાન કે પરોઠા સાથે પીરસવા।

Share:

રવિવાર, 20 સપ્ટેમ્બર, 2015

બટાકા પૌઆ - BATAKA PAUVA


બટાકા પૌઆ :-

સામગ્રી :-
જાડા પૌઆ - 2 કપ
સમારેલ બટાકા - 1/2 કપ
સમારેલ ડુંગળી - 1/2 કપ
તેલ - 2 ચમચા
રાઈ - 1/2 ચમચી
જીરું - 1/2 ચમચી
હિંગ - 1 ચપટી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/2 ચમચી
આદુ મરચાની પેસ્ટ - 1 ચમચી
લીંબુનો રસ - 2 ચમચી
ખાંડ - 2 ચમચી
સમારેલ કોથમીર - 1, 1/2 ચમચો
દુધ - 2 ચમચી

રીત :-
         સૌ પ્રથમ પૌઆને એક ચારણી અથવા રસ ગાળવાની ગળણીમાં [સ્ટ્રેઈનરમાં ] ધોઈ લેવા, ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં રાઈ નાખવી તે તતડે એટલે જીરું અને હિંગ નાખવા, હવે તેમાં સમારેલ ડુંગળી નાખી એકાદ મિનીટ સાંતળી સમારેલ બટાકા ઉમેરવા, મીઠું અને હળદર નાખી 1/4 કપ પાણી ઉમેરી હલાવીને ઢાંકણ ઢાંકી ધીમા તાપે બટાકા પકાવવા, [ કાચા બટાકાના બદલે બાફેલ બટાકા પણ લઇ શકાય તો તેમાં પાણી નાખવાની જરૂર નથી, ડાયરેક્ટ વઘારવા ] બટાકા પાકી જાય પછી ધોયેલ પૌઆ અને આદુ, મરચાની પેસ્ટ, જરૂર પડે તો મીઠું, લીંબુનો રસ અને ખાંડ નાખવા, બધું સારી રીતે મિક્સ કરવું, હવે દૂધ ઉમેરવું, અને એકાદ મિનીટ ધીમા તાપે પકાવી, સમારેલ કોથમીર નાખી હલાવીને  ગેસ બંધ કરવો, સમારેલ કોથમીર વડે સજાવવા, સજાવવા લીંબુની ફાડ પણ મૂકી શકાય।

Share:

શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2015

વેજ કડાઈ - veg kadai


વેજ કડાઈ :-

સામગ્રી :-
ગાજર - 1નંગ , લાંબુ પાતળુ સમારેલ
કેપ્સીકમ - અડધું, લાંબુ પાતળુ સમારેલ
ફણસી - 1/2 કપ, સોફ્ટ થાય તેમ ઉકાળેલ
ટમેટા - 4 થી 5 નંગ, ઝીણા સમારેલ
ડુંગળી - 2 ચમચા જેટલી ઝીણી સમારેલ
કોથમીર - 2 ચમચા, ઝીણી સમારેલ
આખા ધાણા - 2 ચમચા
કાજુ - 5 નંગ
કાશ્મીરી સુકા લાલ મરચા - 5 નંગ
કસૂરી મેથી - 1/2 ચમચી
ગરમ મસાલો - 1, 1/2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
કાશ્મીરી લાલ મરચા પાઉડર - 2 ચમચી
લસણ - 8 કળી, ઝીણા સમારેલ
પનીર - 3 ચમચા, છીણી લેવું
તેલ - 3 ચમચા + 1 ચમચી
ઘી - 3 ચમચા

રીત :-
         સૌ પ્રથમ વેજ કડાઈ બનાવવા માટે પહેલા કડાઈ મસાલો બનાવવો, આ માટે એક વાસણમાં એક ચમચી તેલ ગરમ કરવું, તેમાં આખા ધાણા, આખા કાશ્મીરી સુકા લાલ મરચા અને આખા કાજુ નાખી તેને સારી સુગંધ આવે ત્યાં સુધી શેકવા, ગેસ બંધ કરી બધું  ઠંડુ થવા દેવું, હવે તેને મિક્સરમાં અધકચરું ક્રસ કરી લેવું, ત્યારબાદ એક વાસણમાં બે ચમચા તેલ અને બે ચમચા ઘી ગરમ કરવું, તેમાં સમારેલ લસણ સાંતળી ત્રણ ચમચા તૈયાર કરેલ મસાલો ઉમેરવો, તેને હલાવી તેમાં સમારેલ ટમેટા ઉમેરવા, તેમાં મીઠું, ગરમ મસાલો, લાલ મરચા પાઉડર અને કસૂરી મેથી નાખવી, હવે ટમેટા એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી ગ્રેવી હલાવવી, ગેસ બંધ કરવો, હવે બીજા વાસણમાં એક ચમચો તેલ અને એક ચમચો ઘી ગરમ કરવું, તેમાં સમારેલ ડુંગળી સાંતળી , કેપ્સીકમ, ગાજર અને ફણસી નાખવા તેમાં થોડું મીઠું અને કડાઈ મસાલો નાખી થોડી વાર પકાવવું, હવે તેમાં છીણેલ પનીર, તૈયાર કરેલ ગ્રેવી અને બે ચમચા પાણી નાખી બધું થોડીવાર હલાવી સમારેલ કોથમીર નાખી ગેસ બંધ કરવો, તો તૈયાર છે વેજ કડાઈ, તેને પરોઠા કે નાન સાથે પીરસવી।
Share:

બુધવાર, 16 સપ્ટેમ્બર, 2015

ચણાના લોટના પુડલા - Chana na lot na pudla


ચણાના લોટના પુડલા :-

સામગ્રી :-
ચણાનો લોટ - 1 કપ
મેથીની ભાજીના પાંદડા - 2 ચમચા જેટલા
આદુ, મરચા,લસણની પેસ્ટ - 1,1/2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
અજમો - 1/4 ચમચી
હળદર - 1/4 ચમચી
તેલ - થોડું
પાણી - જરૂર પ્રમાણે

રીત :-
          સૌ પ્રથમ ચણાના લોટમાં મીઠું, અજમો અને હળદર નાખવા, હવે તેમાં થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટના ગઠ્ઠા ના રહે તેમ હલાવતા જઈને બહુ ઘટ્ટ પણ નહી અને બહુ પાતળું પણ નહી એવું ખીરું તૈયાર કરવું, હવે આ ખીરામાં મેથીની ભાજીના પાંદડા ઝીણા સમારીને નાખવા, આદુ,મરચા અને લસણની પેસ્ટ ઉમેરી ખીરું હલાવી લેવું, હવે એક નોનસ્ટીક તવો ધીમા તાપે ગરમ કરવો, તવો થોડો ગરમ થાય એટલે તેમાં ગોળ ચમચા વડે ખીરું રેડીને ઢોસાની જેમ પુડલો પાથરવો, ફરતે થોડું તેલ નાખી પુડલાની એક બાજુ ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે બીજી બાજુ શેકી લેવી, તો તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી પૂડલા।
Share:

રવિવાર, 13 સપ્ટેમ્બર, 2015

મેથીના ભજીયા [ ગોટા ] - METHI PAKODA


મેથીના ભજીયા [ ગોટા ] :-

સામગ્રી :-
મેથીની ભાજીના પાંદડા - 2 કપ
સમારેલ ડુંગળી - 1/2 કપ જેટલી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/2 ચમચી
લાલ મરચા પાઉડર -1/2 ચમચી
ધાણા પાઉડર -1/2 ચમચી
અજમો - 1/4 ચમચી
ચણાનો લોટ - 1/2 કપ
ખાવાનો સોડા - 1/4 ચમચી
તેલ - તળવા માટે
પાણી - જરૂર પડે તો

રીત :-
        સૌ પ્રથમ મેથીની ભાજીના પાંદડાને સમારી લેવા, તેમાં સમારેલ ડુંગળી, ભાજીમાં ખારાશ હોવાથી થોડું મીઠું, હળદર, લાલ મરચા પાઉડર, ધાણા પાઉડર, ચણાનો લોટ, અજમો અને ખાવાનો સોડા નાખી આ બધું મિક્સ કરવું, ભાજીમાં પાણી હોવાથી પાણીની જરૂર રહેતી નથી પણ છતાં સોફ્ટ લોટ કરવા એક થી બે ચમચી પાણી નાખી શકાય, હવે એક વાસણમાં મધ્યમ તાપે તેલ ગરમ કરવું, તેલ ગરમ થાય એટલે સહેજ હાથ પાણીમાં ભીનો કરી તૈયાર કરેલ સોફ્ટ લોટમાંથી ગોળા તૈયાર કરતા જવું અને તેલમાં નાખતા જવું, હવે તેને ધીમા તાપે જ અધકચરા તળી લેવા, થોડા ઠંડા થવા દઈ ફરી તેલ ધીમા તાપે ગરમ કરી, તેમાં ભજીયા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવા જેથી તે ક્રિસ્પી થાય, આ મેથીના ભાજીયાને ગરમા ગરમ ચટણી સાથે નાસ્તામાં કે જમવામાં પણ લઇ શકાય, મેથીમાં લોહ તત્વ સારા હોવાથી જો તેના  ભજીયા બનાવીએ તો ટેસ્ટની સાથે તેના સારા ગુણ પણ મળે છે.

 
Share:

Recent Posts

Unordered List

Pages

Theme Support