બુધવાર, 30 સપ્ટેમ્બર, 2015

હાંડવો - Handwo


હાંડવો :-

સામગ્રી :-

ચોખા - 1/2 કપ
ચણાની દાળ - 1/4 કપ
મગની પીળી [yellow] દાળ - 1/4 કપ
અડદની દાળ - 1/4 કપ
છીણેલ ગાજર - 1/2 કપ
છીણેલ દુધી - 1 કપ
છીણેલ કોબીજ - 1/2 કપ
દહીં - 1/2 કપ
સમારેલ કોથમીર - 2 ચમચા
બેકિંગ સોડા - 3/4 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
ખાંડ - 1 ચમચી
હળદર - 1/4 ચમચી
લાલ મરચા પાઉડર - 1/2 ચમચી
લીલા મરચા - 2 નંગ, ઝીણા સમારી લેવા
આદુ - 1 ઈંચનો ટુકડો, છીણી લેવો
લીંબુનો રસ - 2 ચમચી
તેલ - 4 ચમચા
મીઠો લીમડો - 8 થી 10 પાન
તલ - 2 ચમચી
રાઈ - 1 ચમચી
જીરું - 1 ચમચી
હિંગ - 1 થી 2 ચપટી

રીત :-
        સૌ પ્રથમ બધી દાળને સારી રીતે ધોઈ અને ચાર થી પાંચ કલાક માટે અલગ અલગ પલાળવી,  ત્યારબાદ તેનું પાણી દુર કરી બધી દાળને મિક્સરમાં થોડી કરકરી રહે તેમ પીસી લેવી, બધી દાળ સારી રીતે હલાવીને મિક્સ કરવી, હવે તેમાં છીણેલ ગાજર, દુધી અને કોબીજ ઉમેરી ચમચા વડે મિક્સ કરવું, ત્યારબાદ તેમાં,દહી, મીઠું, હળદર, લાલ મરચા પાઉડર, સમારેલ કોથમીર, છીણેલ આદુ અને લીંબુનો રસ નાખી ફરી હલાવી લેવું, હવે હાંડવાનો વઘાર તૈયાર કરવો, આ માટે એક વાસણમાં તેલ ગરમ કરવું તેમાં રાઈ નાખવી, રાઈ તતડે એટલે જીરું નાખી શેકવું, તલ નાખી તતડાવવા, સમારેલ લીલા મરચા અને મીઠો લીમડો નાખવો, છેલ્લે હિંગ નાખી ગેસ બંધ કરવો, હવે એક કેક બેક કરવાનું વાસણ અથવા ઓવનમાં ચાલે તેવું કોઈ પણ
મોટું, ઊંડું અને ગોળ વાસણને ચારે બાજુ એ તેલ લગાડવું [ ગ્રીઝ કરવું ], હવે તૈયાર કરેલ વઘાર માંથી અડધો વઘાર આ ગ્રીઝ કરેલ વાસણમાં રેળવો, ત્યારબાદ દાળ વાળા મિશ્રણમાં બેકિંગ સોડા નાખી તેને વ્યવસ્થિત મિક્સ કરી ગ્રીઝ કરેલ વાસણમાં રેળવો, હવે બાકીનો વઘાર ઉપર ચમચી વડે રેળી દેવો, ત્યારબાદ ઓવનને 200  ડીગ્રી સેન્ટીગ્રેડ પર પ્રી હિટ કરવું, તેજ તાપમાન પર 15 મિનીટ માટે હાંડવો બેક કરવો, હવે તેને ચપ્પુ વડે ચેક કરવો, જો ચપ્પુ કોરું બહાર ના આવે તો ફરી એજ તાપમાન પર 5 મિનીટ માટે બેક કરવો, આ રીતે હાંડવો ગેસ પર એક પાનમાં પણ બનાવી શકાય, હાંડવો તૈયાર।




Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

Recent Posts

Unordered List

Pages

Theme Support