ગુરુવાર, 9 એપ્રિલ, 2015

પનીર મખની - Paneer makhani

                                                                

પનીર મખની :-

સામગ્રી:-
પનીર ક્યુબ - 250 ગ્રામ
માખણ - 2 ચમચા
ડુંગળી - 2 નંગ, તેની પ્યુરી તૈયાર કરવી
ટમેટા - 2 નંગ, તેની પ્યુરી તૈયાર કરવી
આદું લસણની પેસ્ટ - 1 ચમચી
કાજુ - 1 ચમચા કાજુને થોડા દુધમાં 1 કલાક પલાળી પેસ્ટ તૈયાર કરવી
લવિંગ - 2 નંગ
તમાલપત્ર - 1 નંગ
તાજી મલાઈ [ફ્રેશ ક્રીમ ]  - 1/2 કપ
કસુર મેથી - 1 ચમચી
કોથમીર - 1 ચમચો સમારેલ
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4 ચમચી
લાલ મરચું - 1 ચમચી
ધાણાજીરું પાઉડર - 2 ચમચી
ગરમ મસાલો - 1/2 ચમચી

રીત :-
         સૌ પહેલા એક વાસણમાં માખણ ગરમ કરવું , ત્યારબાદ તેમાં લવિંગ અને તમાલપત્ર શેકવું, હવે તેમાં ડુંગળીની પ્યુરી અને મીઠું નાખવું તેને હલાવતા જઈ, તેનું પાણી બળે તેમ 5 થી 6 મિનીટ સાંતળવી,હવે તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરવી, ત્યારબાદ તેમાં ટમેટાની પ્યુરી, બાકીના મસાલા અને કસૂરી મેથી નાખવી, હલાવી અને ઢાંકણ બંધ કરી 3 મિનીટ મધ્યમ તાપમાં પકાવવું, હવે ઢાંકણ ખોલી તેમાં થોડું પાણી અને કાજુની પેસ્ટ ઉમેરવી બે થી ત્રણ મિનીટ પકાવવું, ત્યારબાદ તેમાં ફ્રેશ ક્રીમ અને પનીર ક્યુબ [ પનીરના મોટા ચોરસ ટુકડા ] ઉમેરી બે મિનીટ પકાવી ગેસ બંધ કરવો, કોથમીર વડે સજાવવું, પનીર મખની તૈયાર, તેને નાન, રોટલી કે જીરા રાઇસ સાથે ખાઈ શકાય છે.


 
Share:

સોમવાર, 6 એપ્રિલ, 2015

વેજ હાકા નુડલ્સ - Veg Haka noodles

                                                                
                             
વેજ હાકા નુડલ્સ :-

સામગ્રી :-
કોબીજ - 1 કપ , લાંબી, પાતળી સમારેલ
ગાજર - 1 કપ લાંબુ, પાતળું સમારેલ
કેપ્સીકમ [ સિમલા મરચું ] - 1 નંગ , લાંબુ, પાતળું સમારેલ
ડુંગળી - 1/2 કપ, લાંબી, પાતળી સમારેલ
લીલી ડુંગળી - 1/4 કપ સમારેલ
વેજ હાકા નુડલ્સ - 150 ગ્રામ
તેલ - 3 ચમચા
ટોમેટો કેચપ - જરૂર મુજબ
ચાઉમીન મસાલો - 3 ચમચા જેટલો  [ ચિંગ્સના વેજ હાકા  નુડલ્સના પેકિંગ સાથે જ તેમાં જરૂર મુજબનો આ મસાલો અથવા બે પ્રકારના સોસ આવે છે, જેનો રેસિપીમાં ઉપયોગ કરવો ]
પાણી - જરૂર મુજબ

રીત :-
        સૌ પહેલા હાકા નુડલ્સ અધકચરા બાફ્વાના હોય છે, આ માટે એક મોટા,પહોળા વાસણમાં 10 કપ પાણી ઉકાળવું, પાણી એકદમ ઉકળવા લાગે ત્યારે તેમાં નુડલ્સના હાથેથી બે ભાગ કરી તેમાં ઉમેરવા, ચમચા વડે ધીમેથી હલાવી લેવું, હવે નુડલ્સને ફાસ્ટ ગેસ પર 3 મિનીટ માટે અધકચરા બાફી લેવા, ત્યારબાદ ગેસ બંધ કરી તેને મોટી ચાળણીમાં લઇ પાણી  દુર કરવું, ઉપર થોડું પાણી  રેડવું જેથી તે વધુ પોચા થાય નહી, હવે તરત તેને એક મોટી ડીશમાં લઇ છુટા કરવા અને ફરતે એક ચમચો તેલ રેડવું, જેથી તે ચોંટી જાય નહી, હવે ફરી એક મોટું,પહોળું વાસણ લઇ બાકીનું તેલ ગરમ કરવું, તેમાં સમારેલ કેપ્સીકમ, ડુંગળી, ગાજર, કોબીજ આ બધું નાખવું અને તેને ફાસ્ટ ગેસ પર ઉછાળતા જઈ 3 મિનીટ માટે સાંતળવું, હવે તેમાં નુડલ્સ સાથે આવેલ ચાઉમીન મસાલો ઉમેરવો, હલાવીને તેમાં અધકચરા બાફેલ નુડલ્સ ઉમેરવા, બે ચમચા અથવા સ્વાદાનુસાર  કેચપ ઉમેરવો અને ફરી તેને ઉછાળતા જઈ 3 મિનીટ માટે આ બધું સાંતળવું, હવે સમારેલ લીલી ડુંગળી ઉમેરી ફરી 1 મિનીટ  સાંતળવું, ગેસ બંધ કરવો, રેસ્ટોરન્ટ સ્ટાઈલ ચાઇનીઝ હાકા નુડલ્સ તૈયાર.


Share:

શનિવાર, 4 એપ્રિલ, 2015

મફિન્સ - Muffins

                                                             

મફિન્સ:-

સામગ્રી :-
મેંદો - 100 ગ્રામ
કોકો પાઉડર - 60 ગ્રામ
બેકિંગ પાઉડર - 1/2 ચમચી
ખાવાનો સોડા - 1/2 ચમચી
કન્ડેન્સ મિલ્ક - 200 ગ્રામ
માખણ - 120 ગ્રામ
માવો - 120 ગ્રામ
દૂધ - 100 મિલી
ચોકલેટ ચિપ્સ - 1/2 કપ

રીત :-
         સૌ પ્રથમ એક વાસણમાં મેંદો, કોકો પાઉડર, બેકિંગ પાઉડર અને ખાવાનો સોડા આ બધું સાથે લઇ ચાળી લેવું, હવે બીજા વાસણમાં માખણ અને ક્ન્ડેન્સ મિલ્કને એકદમ ફીણવું, ત્યારબાદ તેમાં માવો હાથ વડે મસળી છૂટો કરી મિક્સ કરવો અને ફરી ફીણવું, ફીણવાથી તે ક્રીમ જેવું દેખાશે, ત્યારબાદ તેમાં ચાળીને તૈયાર કરેલ લોટનું મિશ્રણ ધીમે નાખતા જવું અને ફીણતા જવું, અડધા ચોકલેટ ચિપ્સ ઉમેરી ફીણવું, હવે તેમાં દૂધ મિક્સ કરી ફરી ફીણવું, મફીન્સનું મિશ્રણ તૈયાર છે, હવે તેને બેક કરવા માટે મફીન્સ કપ વાળી સીલીકોન ટ્રે
લઇ તેના દરેક કપનો પોણો ભાગ આ મિશ્રણથી ભરી ઉપર બાકીના ચોકો ચિપ્સ ભભરાવવા, હવે ઓવનને 180 સેન્ટીગ્રેડ પર પ્રીહીટ કરી મફિન્સને 30 મિનીટ સુધી બેક કરવા, મફીન્સ તૈયાર.



Share:

ગુરુવાર, 2 એપ્રિલ, 2015

ગાજરનો હલવો - Gajarno halawo

                                                        

ગાજરનો  હલવો :-

સામગ્રી :-
ગાજર - 500 ગ્રામ છીણી લેવા
માવો - 1/2 કપ
દૂધ - 1/2 કપ
ખાંડ - 1/2 કપ
દેશી ઘી - 2 ચમચા
ઈલાયચી - 2 નંગનો પાઉડર કરવો
કિસમિસ - થોડા દાણા
કાજૂ - 7 નંગ કટ કરવા
બદામ - 7 નંગ કટ કરવી

રીત :-
       સૌ પ્રથમ એક વાસણમાં 1 ચમચો ઘી ગરમ કરવું, હવે તેમાં છીણેલ ગાજર સાંતળવું, થોડીવાર બાદ તેમાં દૂધ અને ખાંડ મિક્સ કરવા, વાસણ ઢાંકી દેવું અને દૂધ ગાજરમાં શોષાઈ જાય ત્યાં સુધી તેને પકાવવું, ત્યારબાદ તેને હલાવી તેમાં બાકીનું ઘી અને માવાને હાથ વડે મસળી તેમાં ઉમેરી દેવો,  હલાવતા જઈ ફરી 7 થી 8 મિનીટ પકાવવું, હવે તેમાં ઈલાયચી પાઉડર, કિસમિસ, કાજુ અને બદામ મિક્સ કરી ગેસ બંધ કરવો, સ્વાદિષ્ટ ગાજરનો  હલવો તૈયાર।
Share:

મંગળવાર, 31 માર્ચ, 2015

રવા કેક [ સૂજી કેક ] - sooji cake

                                                       

રવા કેક  [ સૂજી કેક ] :-

સામગ્રી :-
રવો - 1 કપ
ઘઉંનો લોટ - 1/2 કપ
મેંદો - 1/2 કપ
દહીં - 1/2 કપ
ખાવાનો પીળો રંગ - 1 ચપટી
બેકિંગ પાઉડર - 1 ચમચી
ખાવાનો  સોડા - 1/2 ચમચી
દળેલી ખાંડ - 1 કપ
દૂધ - 1/4 કપ
તેલ - 1/2 કપ
ઈલાયચી પાઉડર - 1/4 ચમચી
કાજૂ - 12 થી 15 નંગ કટ કરેલ

રીત :-
    સૌ પહેલા રવો, ઘઉંનો લોટ, મેંદો, બેકિંગ પાઉડર અને ખાવાના સોડાને બે વાર ચાળી લેવા, હવે એક ઊંડા વાસણમાં તેલ, દહીં અને દળેલી ખાંડને લઇ  ખુબ સારી રીતે ફીણવું, આ મિશ્રણ માખણ જેટલું સોફ્ટ થાય ત્યાં સુધી ફીણવું, હવે તેમાં ચાળેલા લોટનું મિશ્રણ ધીમે ધીમે નાખતા જવું અને હલાવતા જવું, ત્યારબાદ તેમાં ખાવાનો પીળો રંગ [ લાડવાનો રંગ ], દૂધ અને ઈલાયચી પાઉડર નાખી બે મિનીટ ફીણવું, ત્યારબાદ એક કેક બેક કરવાની ટ્રે ને ચારે તરફ તેલ લગાવવું [ ગ્રીઝ કરવું ] અને કેકના મિશ્રણને તેમાં ધીમેથી રેડવું ઉપર કટ કરેલ કાજુને પાથરી સહેજ દબાવી દેવા, હવે ઓવનને 200 સેન્ટીગ્રેડ પર પ્રી હિટ કરી 30 મિનીટ માટે કેક બેક કરવી, પછી તેને ચપ્પુ વડે ચેક કરવી, ચપ્પુ કોરું બહાર આવે તો કેક બરાબર બેક થઇ ગણાય, નહીતર 5 થી 7 મિનીટ ફરી બેક કરવી, ઓવનમાંથી કાઢ્યા બાદ ફરતે ચપ્પુ ફેરવી એક ડીશમાં કાઢી લેવી। [ અનમોલ્ડ કરવી ]

Share:

દાલ ફ્રાય - Dal fry

                                                       

દાલ ફ્રાય :-

સામગ્રી :-
ચણાની દાળ - 1/2 કપ
તુવેર દાળ - 1/2 કપ
ટમેટા - 2 નંગ ઝીણા સમારેલ
ડુંગળી - 1 નંગ ઝીણી સમારેલ
દેશી  ઘી - 3 ચમચા
લીલા મરચા - 2 નંગ ઝીણા  સમારેલ 
લસણની પેસ્ટ - 1 ચમચી
સુકું લાલ મરચું - 1 નંગ
કોથમીર - 1/2 ઝુળી ઝીણી સમારવી
તજ - 1 નાનો ટુકડો
લવિંગ - 2 નંગ
હિંગ - 1 ચપટી
જીરું - 1/2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4ચમચી
લાલ મરચું - 1/2 ચમચી

રીત :-
              સૌ પહેલા બન્ને દાળને ધોઈ તે ડુબે એટલા પાણીમાં અડધો કલાક પલાળવી, ત્યારબાદ તેનું પાણી દુર કરી તેને કુકરમાં અઢી કપ પાણી  [ 2, 1/2 કપ ] અને થોડું મીઠું નાખી ચાર સીટી વગાડી બાફવી, હવે એક વાસણમાં 2 ચમચા ઘી ગરમ કરવું, તેમાં જીરું શેકવું, હવે તેમાં તજ, લવિંગ ઉમેરવા, લીલા મરચા નાખવા, ડુંગળી અને  થોડું મીઠું નાખી તેને સાંતળવી, સમારેલ ટમેટા , હળદર અને  લાલમરચું નાખી તેને બે મિનીટ પકાવવા, હવે તેમાં બાફેલ દાળને બ્લેન્ડ કર્યા વગર આખી દાળ ઉમેરવી, તેને ધીમેથી હલાવી પાંચ મિનીટ પકાવવી, હવે કોથમીર નાખી, તેને હલાવી ગેસ બંધ કરવો, હવે એક વઘારીયામાં બાકીનું ઘી ગરમ કરવું તેમાં આખુ સુકું લાલ મરચું, હિંગ અને લસણની પેસ્ટ નાખી ધુમાડો  નીકળે એટલે સહેજ હલાવી આ વઘાર તૈયાર કરેલ દાળમાં રેડવો, તો તૈયાર ટેસ્ટી પંજાબી દાલ ફ્રાય।
Share:

શુક્રવાર, 27 માર્ચ, 2015

ગુજરાતી દાળ - Gujarati Dal

                                                       
                                                                              
ગુજરાતી દાળ :-

સામગ્રી :-
તુવેર દાળ - 1 કપ
તેલ - 2 ચમચા
રાઈ - 1/2 ચમચી
જીરું - 1/2 ચમચી
હિંગ - 1 ચપટી
મીઠો લીંબડો - 4 થી 5 પાન
તમાલપત્ર - 2 પાન  
લવિંગ - 2 નંગ
તજ - નાનો ટુકડો
આદુ - નાનો ટુકડો છીણી લેવો
લીલા મરચા - 2 નંગ સમારવા
સુકું લાલ મરચું - 1 નંગ
ટમેટા - 2 નંગ સમારવા
કોકમ - 3 નંગ
લીંબુ - જરૂર મુજબ
કાચા સિંગદાણા - 1/4 કપ
કોથમીર - 1/2 ઝુળી સમારવી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4 ચમચી
ધાણા પાઉડર - 1 ચમચી
લાલ મરચું - 1 ચપટી 
ગરમ મસાલો - 1/4 ચમચી
ગોળ - 2 ચમચી

રીત :-
        સૌ પ્રથમ તુવેર દાળને સારી રીતે ધોઈ અડધો કલાક પલાળવી, ત્યારબાદ તેનું પાણી દુર કરી, તેને કુકરમાં લઇ 4 કપ પાણી, કાચા સીંગદાણા અને થોડું મીઠું નાખવું, હવે ચાર સીટી વગાડી દાળ બાફી લેવી, હવે કુકરની વરાળ નીકળવા દેવી, ત્યારબાદ તેને ખોલી દાળમાં થોડું પાણી, માપનું મીઠું અને હળદર નાખી   જેરી લેવી [બ્લેન્ડ કરી લેવી ] હવે દાળનો વઘાર કરવા માટે વઘારીયામાં તેલ ગરમ કરવું, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને  જીરું નાખવું, તે તેતડે એટલે તજ, લવિંગ, હિંગ, કોકમ, સુકું લાલ મરચું અને તમાલ પત્ર  નાખવા તેને હલાવી તેમાસમારેલ લીલા મરચા, લીમડાના પાન અને સમારેલ ટમેટા નાખવા, બે મિનીટ પકાવી આ વઘારને દાળમાંનાખવો, હવે દાળમાં ગોળ, ધાણા પાઉડર, લાલમરચું અને ગરમ મસાલો ઉમેરી તેને હલાવવી, પાંચેક મિનીટ દાળને મધ્યમ તાપમાન પર ઉકાળી ગેસ બંધ કરવો,તેમાં સમારેલ કોથમીર નાખવી, અને ઈચ્છા મુજબના લીંબુની ફાડ કરી ભાત, સૂકીભાજી, રોટલી,પાપડ, અથાણું અને છાશ સાથે સર્વ કરવી, તો તૈયાર છે ટેસ્ટી  ગુજરાતી દાળ.
Share:

ગુરુવાર, 26 માર્ચ, 2015

દાલ મખની - Dal Makhani

                                                               

દાલ  મખની :-

સામગ્રી :-
આખા અડદ - 1/2 કપ
રાજમાં - 2 ચમચા
દેશી  ઘી - 1 ચમચી
માખણ - 2 ચમચી વઘારમાં અને  1 ચમચો ગાર્નીસ કરવા
મલાઈ - 1/2 કપ
ડુંગળી - 2 નંગ ઝીણી સમારેલ
ટમેટા - 2 નંગ પ્યુરી કરવી
મીઠું - સ્વાદાનુસાર
જીરું - 1 ચમચી
ગરમ મસાલો - 1/4  ચમચી
લાલમરચું - 1/2 ચમચી
લસણ - 10 કળી પેસ્ટ કરવી
આદુ - 1 નાનો ટુકડો ઝીણો સમારેલ
કોથમીર - 1 ચમચો ઝીણી સમારેલ

રીત :-
       સૌ પહેલા રાજમાં અને આખા અડદને આખી રાત પાણીમાં પલાળવા, બનાવતી વખતે તેનું પાણી દુર કરી તેને કુકરમાં બે કપ પાણી અને ચપટી સોડા નાખી ત્રણ સીટી કરી બાફી લેવા, હવે આ બાફેલ કઠોળનું પાણી અલગ કરી તેને મૂકી રાખવું, હવે એક વાસણમાં ઘી ગરમ કરવું, તેમાં 2 ચમચી માખણ ઉમેરવું, તેમાં જીરું નાખી શેકવું, ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ, સમારેલ આદુ અને સમારેલ ડુંગળી સાંતળવી,મીઠું નાખવું, ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યારે તેમાં ટમેટાની પ્યુરી ઉમેરવી, બે મિનીટ પકાવવું, ત્યારબાદ તેમાં
બાફેલ અડદ અને રાજમાં અને તેનું અલગ મુકેલ પાણી માંથી એક કપ પાણી ઉમેરવું, મલાઈ  પણ ઉમેરી દેવી, આ બધું સારી રીતે હલાવી તેમાં લાલમરચું અને ગરમ મસાલો નાખવો, હવે તેનો ઘટ્ટ રસો થાય એટલે ગેસ બંધ કરી, તેને માખણ અને કોથમીરથી ગાર્નીસ કરવું, ટેસ્ટી પંજાબી દાલ મખની તૈયાર।
Share:

બુધવાર, 25 માર્ચ, 2015

કોકોનટ બરફી - Coconut burfi

                                                                   

કોકોનટ બરફી :-

સામગ્રી :-
કોપરાનું છીણ [ સૂકું અથવા તાજુ ] - 1, 1/2 કપ
દૂધ - 1 કપ
ખાંડ - 1/2 કપ
ઈલાયચી પાઉડર - 1 ચપટી
ઘી - 1/2 ચમચી

રીત :-
       સૌ પ્રથમ એક વાસણ ગેસ પર ગરમ કરવું, તેમાં 1/2 ચમચી ઘી નાખવું, કોપરાનું તાજું છીણ નાખી તેને એક મિનીટ સાંતળવુ, હવે તેમાં દૂધ ઉમેરવું અને સતત હલાવતા જઈઘટ્ટ કરવું, હવે દૂધ થોડું ઘટ્ટ થાય કે ગેસ ધીમો કરી હલાવવું, દૂધ એકદમ ઘટ્ટ થઇ જામવા જેવું લાગે એટલે ગેસ બંધ કરવો ઈલાયચી પાઉડર નાખી, તેને ઘી લગાવેલ ડીશમાં પાથરી દેવું, તેના પર કાજૂ અથવા બદામ  લગાવી શકાય, હવે આ બરફીને ફ્રીઝમાં એક કલાક રાખીને ચોરસ આકારમાં કટ કરવી।
Share:

સોમવાર, 23 માર્ચ, 2015

બોમ્બે હલવો - Bombay Halwo

                                                                  

બોમ્બે હલવો :-

સામગ્રી :-
કોર્નફલોર - 1 કપ
ખાંડ - 2 કપ
પાણી - 3 કપ
કાજૂ - 10 નંગ
બદામ - 10 નંગ
ઘી - 4 ચમચા
લીંબુના ફૂલ [ સાઈટ્રીક એસીડ ] - 1/2 ચમચી
લીલો અથવા પીળો કલર - 1 ચપટી

રીત :-
        સૌ પહેલા કાજૂ અને બદામને નટકટર અથવા ચપ્પુ વડે કટ કરી લેવા, હવે એક વાસણમાં કોર્નફલોર, પાણી અને ખાંડ મિક્સ કરી  તેને પાંચેક મિનીટ હલાવવું જેથી કોર્નફ્લોરમાં ગઠ્ઠા ના રહે, ત્યારબાદ તેમાં કલર મિક્સ કરવો, ફરી બે મિનીટ હલાવવું, હવે આ વાસણને ફાસ્ટ ગેસ પર મૂકી ચમચા અથવા તવેથા વડે સતત હલાવવું, જયારે આ મિશ્રણ ઘટ્ટ અને થોડું પારદર્શક લાગે એટલે ગેસ ધીમો કરવો અને તેમાં 2 ચમચા ઘી, ડ્રાયફ્રુટ અને લીંબુના ફૂલ ઉમેરવા, હવે ધીમા ગેસ પર જ તેને સતત હલાવતા રહેવું, હવે જયારે તે તવેથો ઉભો રહે એટલું ઘટ્ટ થાય એટલે બાકીનું ઘી નાખી ગેસ બંધ કરવો, તરત એક ડીશમાં ઘી લગાવી આ મિશ્રણ તેમાં ઠારવું, ઠરી જાય એટલે ચોરસ કાપા  પાડવા,  ટેસ્ટી, સ્વીટ બોમ્બે  હલવો તૈયાર।




Share:

Recent Posts

Unordered List

Pages

Theme Support