બોમ્બે હલવો :-
સામગ્રી :-
કોર્નફલોર - 1 કપ
ખાંડ - 2 કપ
પાણી - 3 કપ
કાજૂ - 10 નંગ
બદામ - 10 નંગ
ઘી - 4 ચમચા
લીંબુના ફૂલ [ સાઈટ્રીક એસીડ ] - 1/2 ચમચી
લીલો અથવા પીળો કલર - 1 ચપટી
રીત :-
સૌ પહેલા કાજૂ અને બદામને નટકટર અથવા ચપ્પુ વડે કટ કરી લેવા, હવે એક વાસણમાં કોર્નફલોર, પાણી અને ખાંડ મિક્સ કરી તેને પાંચેક મિનીટ હલાવવું જેથી કોર્નફ્લોરમાં ગઠ્ઠા ના રહે, ત્યારબાદ તેમાં કલર મિક્સ કરવો, ફરી બે મિનીટ હલાવવું, હવે આ વાસણને ફાસ્ટ ગેસ પર મૂકી ચમચા અથવા તવેથા વડે સતત હલાવવું, જયારે આ મિશ્રણ ઘટ્ટ અને થોડું પારદર્શક લાગે એટલે ગેસ ધીમો કરવો અને તેમાં 2 ચમચા ઘી, ડ્રાયફ્રુટ અને લીંબુના ફૂલ ઉમેરવા, હવે ધીમા ગેસ પર જ તેને સતત હલાવતા રહેવું, હવે જયારે તે તવેથો ઉભો રહે એટલું ઘટ્ટ થાય એટલે બાકીનું ઘી નાખી ગેસ બંધ કરવો, તરત એક ડીશમાં ઘી લગાવી આ મિશ્રણ તેમાં ઠારવું, ઠરી જાય એટલે ચોરસ કાપા પાડવા, ટેસ્ટી, સ્વીટ બોમ્બે હલવો તૈયાર।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો